ભરૂચ જિલ્લા કલેક્ટરનાં હુકમને ઘોળીને પી જનારા અને નિર્દોશને નિશાન બનાવી જેલનાં સળિયા પાછળ ધકેલી દેનારા અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચનાં સામાજિક કાર્યકરો તથા દલિત સમાજના આગેવાનોએ એક થઈને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.
તેવો દ્વારા આપવામાં આવેલ અવેદનમાં જણાવ્યું છે કે, જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવતા હુકમનો તેમના હાથ નીચે ફરજ બજાવતા અને લોકોની ફરજો તથા મૂલ્યોનું રક્ષણ કરતાં અધિકારીઓ દ્વારા ફરજમાં શરત ચૂક કરવામાં આવે છે.અને કલેક્ટરનાં હુકમનો અનાદર કરવામાં આવે છે. જેના પગલે ગરીબ લોકોને ભોગવવાનો વારો આવ્યો છે.જેમાં સામાજીક કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે, ઝાડેશ્વર ગામની જમીન મહેસુલ સર્વે નંબર 275માં જવા આવવા માટેનો કાયદેસરનો રસ્તો બનાવવામાં આવ્યા હતા. જે છેલ્લા 12 વર્ષ ઉપરાંતથી નર્મદા કોલેજનાં સંચાલકો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો રસ્તો ખુલ્લો કરાવવા માટે થયેલી રજૂઆત બાદ કલેક્ટરનો હુકમ છતાં જવાબદાર અધિકારીઓએ દ્વારા કોલેજ સંચાલકો સાથે મળીને રસ્તો ખુલ્લો કરવામાં આનાકાની કરી રહ્યા છે.
જેના પગલે ગત તારીખ 30 નવેમ્બરનાં રોજ હિતેશ હિરાલાલ પરમારે 48 કલાકમાં રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી હતી. જો તેમ નહીં થાય તો આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના પગલે પોલીસે તેની અટકાયત કરી જેલમાં થકેલી દેવામાં આવ્યા છે. આવું થવાના પગલે સામાજિક કાર્યકરો તથા સમાજના અગેવાઓ દ્વારા જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.અધિકારીઓની ભૂલને છુપાવવા માટે નિર્દોષ લોકો સાથે કિન્નાખોરી દાખવવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરી યોગ્ય તપાસ કરવા માંગ કરી છે.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






