સિરસા,તા.૧૫
ભારતીય વાયુસેનાએ પશ્વિમ વાયુ કમાનનાં ઓટર્સ સ્ક્વોડ્રને ડોર્નિયર ડી-૨૨૮ વિમાન પેરેલલને ટેક્સી ટ્રેક પર ઉતાર્યુ હતુ. સિરસામાં પહેલી વખત દેશની મહિલા સ્ક્વોડ્રનને સફળતાપૂર્વક અંજામ આપ્યો છે. આ ઉપરાંત ભારતીય સેનાએ પંજાબની મહિલા ફ્લાઈટ લેફ્ટિનેન્ટ હિના જૈસવાલને એન્જિનયર તરીકે સામેલ કરી છે.
પાયલટ સ્કવોડ્રન લીડર કમલજીત કૌર અને સાથી પાયલટ સ્ક્વોડ્રન લીડર રાખી ભંડારીએ વિમાન ઉડાવી લેન્ડ કર્યુ હતુ. બેંગ્લુરુમાં ૨૦ ફેબ્રુઆરીથી યોજાનારા એરો ઈન્ડિયા ૨૦૧૯માં તેનું પ્રદર્શન કરાશે.
પેરેલલ ટેક્સી ટ્રેક ઓપરેશન અવરોધ રહિત કાર્યવાહી માટે ત્યારે ચલાવવામાં આવે છે, જ્યારે દુશ્મની કાર્યવાહી અથવા અન્ય કારણોસર રન-વે ઉપલ્બ્ધ ન હોઈ શકે. પીટીટી કાર્યવાહી પડકારરૂર હોય છે.કારણ કે પાયલટને રન-વે ઓછા પહોળા ટેક્સી ટ્રેક પરથી જ ઉડાડવાનું અને ઉતારવાનું હોય છે.
મૂળ ચંદીગઢની રહેવાસી હિનાએ પંજાબ યુનિવર્સિટીમાંથી એન્જિયરીંગની ડિગ્રી પુરી કરી હતી. એક ફ્લાઈટ એન્જિયર તરીકે તેમણે થોડા સમય પછી વાયુસેના સંચાલિત હેલિકોપ્ટર ઈકાઈઓમાં તહેનાત કરાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




