સ્માર્ટ સિટી સર્વેક્ષણ ટીમ આવી ત્યારે સુંદર કચરાપેટીના હવે બેહાલ

0
10
આઇમાતા ચોક પાસે ખુલ્લી કચરા પેટી અને બહાર કચરાના ઢગ
– સ્વચ્છતાના ક્રમને સુરતને પાછળ ધકેલવામાં તંત્ર અને લોકો બંને જવાબદાર

ગત વર્ષે સ્વચ્છતાંમાં ચોથા ક્રમે રહેલું સુરત આ વર્ષે નંબર વન માટે દોડી રહ્યું હતું પણ સ્વચ્છતામાં સુરતના ક્રમ છેક ૧૪મો આવ્યો છે. જોકે, સ્વચ્છતામં સુરત પાછલા ક્રમે ધકેલવા માટે મ્યુનિ. તંત્ર તો જવાબદાર છે જ પણ તેની સાથે સાથેસુરતીઓ પણ જવાબદાર છે. મ્યુનિ. તંત્રએ લાખો રૃપિયાનો ખર્ચ કરીને અન્ડરગ્રાઉન્ડ સ્માર્ટ કચરા પેટી બનાવી છે, પરંતુ તેની જાળવણી કરવામાં મ્યુનિ. તંત્ર નિષ્ફળ ગયું છે તો બીજી તરફ સુરતીઓ પણ આડેધડ કચરો ફેંકી રહ્યાં છે. હાલ થોડો સમય પહલા સ્માર્ટ સીટી માટેની ટીમ સુરત આવી ત્યારે આઈમાતા ચોક ખાતેની કચરાપેટી ચકાચક જોવા મળતી હતી.પરંતુ હવે તેની જાળવણી ન થતાં કચરાપેટી બેહાલ બની ગઈ છે. સફાઈની કામગીરી વધુ સારી થાય તે માટે સુરતના આઈમાતા ચોક ખાતે અન્ડર ગ્રાઉન્ડ કચરા પેટી મ્યુનિ.તંત્રએ મુકી છે. આ કચરા પેટીના એક તરફ સીધો કચરાની લારીનો કચરો જાય જ્યારે બીજી તરફ માણસ કચરો નાંખી શકે તેવું બનાવાયું છે. આ કચરાપેટીનો કચરો સીધો જમીનમાં ખોદાયેલા ખાડાની કચરાપેટીમાં જાય તેમ છે. સુરત મ્યુનિ.તંત્ર આ પ્રકારની કચરા પેટી અનેક જગ્યાએ બનાવી રહી છે પણ તેની જાળવણી અને લોકોમાં જાગૃત્તિના અભાવે આ કચરાપેટી બેહાલ બની ગઈ છે. આઈમાતા ચોક પાસે મુકાયેલી આ કચરાપેટીની બહાર લોકો કચરાના ઢગ મુકી જાય છે જ્યારે બીજી તરફ ઢાંખણા પણ ખુલ્લા જ રહે છે. જેના કારણે આ વિસ્તારમાં ગંદકી જોવા મળી રહી છે લોકો કચરાના કોથળા મુકી જતાં હોવા છતાં તેને ઉચકવામાં આવતા ન હોવાથી ગંદકી જોવા મળે છે. થોડા સમય પહેલાં જ મુકાયેલી સ્માર્ટ કચરાપેટી બેહાલ બની ગઈ છે. મ્યુનિ.તંત્ર પૈસા ખર્ચીને કામગીરી તો કરે છે પરંતુ કેટલાક પ્રોજેક્ટમાં જાળવણી યોગ્ય થતી ન હોવાથી સ્વચ્છતાં મ્યુનિ. તંત્રને નંબર પાછળ ધકેલાયો હોવાનું ચર્ચાઈરહ્યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY