વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાશે

0
122

વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા સમાજના તેજસ્‍વી તારલાઓ તથા વિશિષ્‍ટ સિધ્‍ધિ મેળવાનારાઓનો સન્‍માન સમારોહ તેમજ શિષ્‍યવૃત્તિ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ૨૦૧૬-૧૭ના વર્ષમાં ધોરણ ૧૦માં એ-૧ ગ્રેડ તથા ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહમાં બી-૨ કે તેથી ઊંચો ગ્રેડ, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં બી-૧ કે તેથી ઊંચો ગ્રેડ મેળવનાર તેમજ એમ.બી.બી.એસ, બી.એ.એમ.એસ, હોમિયોપેથી, ડેન્‍ટલ, ફીઝીયોથેરાપી ડોકટરો તથા પી.એચ.ડી., એમ.ફીલ, એમ. ફાર્મ, એમ.બી.એ., એમ.ઇ., એમ.ટેક, એમ.સી.એ. વિદ્યાર્થી તથા ૭૦ ટકાથી વધુ ટકા પ્રાપ્ત કરનાર બેચલર ઓફ એન્‍જિનિયરિંગ, એમ.એસ.સી. તથા બી. ફાર્મ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ તેમજ રમત-ગમત સંગીત કે અન્‍ય ક્ષેત્રે રાજ્‍ય કે રાષ્‍ટ્ર લેવલે વિશિષ્‍ટ સિધ્‍ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવશે. આ અંગે સંબંધિત વિદ્યાર્થીઓએ પોતાનો બાયોડેટા, માર્કશીટ તેમજ સંપર્ક નંબર સાથે સમાજ વાડી, તિથલ રોડ, વલસાડને તા.૧૦/૭/૨૦૧૮ સુધીમાં મોકલી આપવા જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY