બહેનની માફી માંગતા રડી પડી આલિયા ભટ્ટ, શૅર કર્યો વીડિયો

0
232

મુંબઈ,તા.૧૫
બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પોતાની બહેન શાહીન ભટ્ટથી ખૂબ જ નજીક છે. ઘણીવખત તે પોતાના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને જાહેર કરી ચૂકી છે કે, જે રીતે બહેન શાહીને ડિપ્રેશન વિરુદ્ઘ લડાઇ લડી તે ખૂબ જ ઇન્સ્યાયરિંગ છે. હવે પોતાની બહેન માટે ઈન્સ્ટાગ્રામ પર ચાર વીડિયો મેસેજ પોસ્ટ કર્યા છે, જે શાહીનની માફી માગતી ઘણી ઇમોશનલ થઇ ગઇ.
આલિયાએ સોશિયલ મીડિયા પર ચાર વીડિયો પોસ્ટ કરી પોતાની વાત રજૂ કરી. તેણે જણાવ્યુ કે, કેવી રીતે તેને બાળપણની વાત યાદ આવે છે જ્યારે શાહીન હંમેશા ખુશ દેખાતી હતી. ત્યાં સુધી કે, અત્યારે તે જ્યારે તે ઘરે આવે છે ત્યારે શાહીનની આંખોની ચમક જાઇને તેનો તમામ થાક અને નેગેટિલ ફીલિંગ્સ દૂર થઇ જાય છે.
પુસ્તક વિશે વાત કરતા આલિયાએ કહ્યું કે, ”મેં આ પુસ્તક વાંચ્યુ, તમે કેટલી સરળાતથી અને પ્રમાણિકતાથી જ પુસ્તક લખ્યુ છે, જ્યારે હું તો તમારા માટે લેટર લખતી વખતે પણ શબ્દો શોધી શકતી નથી… મને ખરાબ લાગ્યુ. મને એ વાતનો અફસોસ છે, કે હું ૨૫ વર્ષથી તમારી સાથે રહું છું. તેમ છતા તમારી ડિપ્રેશનની લડાઇ વિશે જાણી શકી નહી. મેં કિયારેય તે નાના-નાની ચેતવણીઓ પર ધ્યાન આપ્યુ નહીં.’
આલિયાએ શાહીનની માફી માગી. આ દરમિયાન તે એટલી ઈમોશનલ થઈ ગઈ કે, તેની આંખો ભીની થઈ ગઈ અને તેને મેસેજ આપવામાં મુશ્કેલી થવા લાગી. આલિયાએ કહ્યું કે, ”મને ખબર છે કે બધા તમારી માફી માગી રહ્યા છે. પણ તમે તેમને માફ કરી દેજા કારણ કે ભલે અમે તમને પ્રેમ કરીએ છીએ પણ અમે કેવી સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો તે કિયારેય જાણી શકિયા જ નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY