ભરૂચ;
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ પાર્થનગર સોસાયટીના એક મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ઘરમાં હજાર પતિ પત્નીને માર મારી સોનાના દાગીના અને રોકડ રૂપિયા લઈ તસ્કરો ફરાર થતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ સી એન જી પંપ ના પાછળ માં ભાગે આવેલ પાર્થ નગર સોસાયટીના મકાન નંબર બી/૨૮માં રહેતા હર્ષદ પટેલ રાત્રી ના સમયે મકાનમાં તેઓના પરીવાર સાથે સુતા હતા તે સમય દરમિયાન ત્રણ જેટલા અજાણ્યા તસ્કરોએ મકાનની બારીની ગ્રીલ તોડી મકાનની અંદર પ્રવેશ કરી મકાનમાં સુતેલ હર્ષદ પટેલ તેમજ તેઓના પરીવારના સભ્યોને ઉપર ઓચિંતો હુમલો કરી મારમારી અંદાજીત ૩૦ હજાર ઉપરાંતની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતા ભારે ખળભળાટ વ્યાપી ગયો હતો.

સમગ્ર ઘટનાથી હેબતાઇ ગયેલા હર્સદ પટેલ દ્રારા બનાવ અંગેની જાણ આજ રોજ સવારે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથક પર કરવામાં આવતા પોલીસે મામલા ને ધ્યાન ઉપર લઇ અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધવાની તજવીજ હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હર્ષદ પટેલ દ્રારા જણાવ્યા મુજબ ત્રણ જેટલા તસ્કરો રાત્રે તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા જેમાંથી બે તસ્કર મકાન માં પ્રવેશ્યા હતા જયારે અન્ય એક મકાનની બહાર ઉભો રહ્યો હતો.પોલીસના ખોફ વગર શહેરમાં ફરતા તસ્કરોથી અમારો પરિવાર ડઘાઈ ગયો છે. શહેરમાં અવાર નવાર લૂંટ,ચોરી, ચીલ ઝડપના બનાવો થી લોકમાં પોલીસ પ્રત્યે છૂપો રોષ જોવા મળી રહયો છે.ત્યારે પોલીસ દ્રારા નાઈટ પેટ્રોલિંગ વધારી તસ્કરોને વહેલી તકે પકડી પાડે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.


"વંદે માતરમ ,ભારત માતાકી જય"







