ભરૂચનાં સોનેરી મહેલ માર્ગ ઉપર લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા નાસભાગ મચી હતી જોકે કોઈ જાનહાની થવા પામી નથી.

0
18

લીમડાનું વૃક્ષ ધરસાઈ થવાની તેની નીચે પાર્ક કરેલ વાહનનો દબાયા…

ભરૂચ શહેર સતત વાહની અવર જવર થી ભર્યો રહેતો પંચબત્તી થી સોનેરી મહલને જોડતા માર્ગ ઉપર વર્ષો જૂનું લીમડાનું મોટું વૃક્ષ અચાનક ધરસાઈ થઈ જતા ત્યાં ઉભેલા લોકોમાં નાસ ભાગ મચી ગઈ હતી.કહેવાય છે કે થોડાં દિવસો અગાઉ આવેલા વાવાઝોડા ના કારણે આ વૃક્ષ હલી ગયું હોવાનું સ્થાનિકો દ્રારા જાણવા મળ્યું હતું.

જોકે વૃક્ષ ધરસાઈ થવાથી કોઈ જાન હાની થવા પામી નથી પરંતુ અચાનક ધરસાઈ થયેલ વૃક્ષની નીચે પાર્ક કરેલ ત્રણ એક જેટલા વાહનો દબાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જ્યારે બપોરનો સમય હોવાના કારણે વાહનોની અવરજવર ઓછી હોવાથી સદનશીબે કોઈ મોટી હોનારત થતા અટકી હતી.

જોકે વૃક્ષ માર્ગ ઉપર પડી જતાં માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ભરૂચ નગરપાલિકાની ટીમને આ અંગે જાણ કરાતાં તેવોએ સ્થળ ઉપર પહોંચી વૃક્ષને માર્ગ ઉપરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન. ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY