સ્ટેચ્યુ ઓફ યુનિટી :એસપીજી ૩૧ આૅક્ટોબરે વિરોધ-પ્રદર્શન કરશે

0
8

રાજકોટ,તા.૨૫
૩૧મી ઓક્ટોબરના સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણનો કાર્યક્રમ વિરોધ કરનારાની યાદીમાં વધુ એક જૂથ જાડાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીને અનાવૃત કરશે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ સમયે એસપીજી દ્વારા વિરોધ વ્યક્ત કરતો અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
એસપીજી દ્વારા ૩૧ ઓક્ટોબરે રાજકોટમાં કર્મવીર રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં ઉત્તર ગુજરાતમાંથી ૧૪૩ જેટલી કાર એક સાથે રાજકોટ પહોંચશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે કાર્યક્રમ આયોજિત થશે તેની સામે એસપીજી દ્વારા આ સમાંતર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સરદાર પટેલની ૧૪૩મી જયંતી હોવાના કારણે ૧૪૩ જેટલી કાર રેલીમાં જાડાશે. અમદાવાદથી કાર રેલી રાજકોટ પહોંચશે. અને રાજકોટમાં એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY