ભરૂચ ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સમર કેમ્પનું આયોજન કરાયું

0
113

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રમત પ્રાદેશિક કેન્દ્ર ભરૂચ દ્વારા જિલ્લા કક્ષા સમર કેમ્પનું આયોજન તપોવન સંસ્કાર કેન્દ્ર ઝાડેશ્વર ખાતે કરવામાં આવ્યું છે.

આ સમર કેમ્પમાં ખેલ-મહાકુંભ વિજેતા તેમજ અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ મળી કુલ- ૨૧૦ જેટલા ખેલાડીઓએ આ સમર કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે.

ભરૂચ જિલ્લાના ખેલકૂદ ના વાતાવરણને ધ્યાનમાં લઈને આ વખતે પ્રથમ વખત ફૂટબોલ હેન્ડબોલ અને ખોખો રમતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત વોલીબોલ રમતનો કેમ્પ એમિટી સ્કૂલ ખાતે લોન ટેનીસ નો કેમ્પ જી,એન.એફ,સી ખાતે કબડ્ડીનો કેમ્પ નેત્રંગ ખાતે અને એપ્લિકેશન રમતનો કેમ્પ હાંસોટ ખાતે યોજાયેલ છે.

આમ ભરૂચ જિલ્લામાં સાત રમતના સમર કોચિંગ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં સિનિયર કોચ તરીકે રાજનસિંહ ગોહિલ સહિત અનેક નેશનલ લેવલ પર રમેલા નિષ્ણાત કોચ દ્વારા આપવામાં આવશે છે.

આ દસ દિવસના સમર કેમ્પની અંદર ખેલાડીઓને અને પોષ્ટિક નાસ્તો તેમજ ટીશર્ટ આપવામાં આવેલ છે અને તેમાં તેમની રમતની ટેક્નિક ઉપર ખાસ ધ્યાન મુકવામાં આવેલ છે જેથી ખેલાડીઓ ઘયાલ થયા વગર લાંબા સમય સુધી રમી શકે કે આ સમયે મુખ્ય ઉદ્દેશ છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY