ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે એક ચાર વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી મોતને ઘાટ ઉતારનાર દેહાંત દંડ (ફાંસી)ની સજા ફટકારતી પોસ્કો કોર્ટ ફાંસીની સજાથી બળાત્કારીઓમાં ફફડાટ
ભરૂચ:
હાલમાં જ ભારત દેશમાં ઘણાંજ ચર્ચાના વિષય બનેલ બળાત્કાર,દુષ્કર્મ, હત્યાના બનાવોએ આખા ભારત દેશને હચ મચાવી નાખ્યો હતો અને તેને લઈને હાલની સરકાર દ્રારા પોસ્કો એકટ મુજબ બળાત્કારીને ફાંસીની સજાનો કાયદો પાસ કરવામાં આવ્યો હતો જેનાથી લોકોમાં ભય ઉભો થયો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદ્રા ગામમાં રહેતા આરોપી શંભુ રાયસંઘ પઢીયારનાઓએ ચાર વર્ષીય બાળક પોતાના ઘર પાસે રમતો હોઈ ત્યાંથી તેને આઇસ્ક્રિમ ખવડાવવાના બહાને ગામના તળાવ પાસે આવેલ પીરની દરગાહની પાછળ બાવળની ઝાડીઓમાં લઈ જઈને તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધ દુષ્કર્મ આચરી બાળકનું ગળું દબાવી ક્રૂરતા પૂર્વક તેની હત્યા કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
જોકે ત્યાર બાદ પોલીસે તેની અટકાયત કરી તેની વિરુધ્ધ
ઈ.પી.કો ૩૦૨ તથા બાળક ને જાતીય સતામણી રક્ષણ આપતા કાયદાની કલમ ૪ અને ૬ મુજબનો ગુન્હો નોંધી જેનો કેશ ભરૂચના એડિશનલ સેસન્સ જજ એચ.એ.દવેની કોર્ટમાં ચાલતા આ કેશમાં સરકાર તરફ થી મદદનીશ જિલ્લા સરકારી વકીલ આર.જે. દેસાઈએ ધાર દાર રજૂઆતો કરી આરોપી વિરુદ્ધ મૌખીક અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા જેમાં નામદાર એચ.એ.દવે એ સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી સ્પેશ્યલ પોસ્કો જજ
એચ.એ.દવે દ્રારા આરોપી શભું રાયસંગ પઢીયારને કસૂરવાર ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળ દેહાંત દંડ એટલે કે ફાંસીની સજા અને ૩૧૪ કલમ હેઠળ ૧૦ વર્ષની સજા અને રૂપિયા ૧૦,૦૦૦ દંડ અને દંડના ભરે તો વધુ એક માસની કેદની સજાનો હુકમ કર્યો છે. ભરૂચના સ્પેશ્યલ પોસ્કો જજ દ્રારા આરોપીને ફાંસીની સજાથી બળાત્કાર,દુષ્કર્મ આચરતા લોકોમાં ફરડાટ ફેલાઈ જાવા પામ્યો છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







