નસવાડી,
નર્મદા જીલ્લાના કેવડીયા કોલોની પાસે સરદાર સરોવરમાં સાધુ ટેકરી પર નર્મદા ડેમની નજીક વેલી ઓફ ફલાવર્સના પ્રોજેકટમાં એક લાખથી વધુ વિવિધ ફુલોના છોડની વાવણી કેવડીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસ કરી રહી છે.
અત્યાર સુધીમાં ૮૫૦૦૦ છોડવા રોપી દેવામાં આવ્યા છે. તેની પાછળ બે કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટમાં બાર કરોડનો ખર્ચ કરી નર્મદા ડેમની ખીણો અને ડુંગરોને ફુલોના છોડથી સજાવવામાં આવશે.
નર્મદા ડેમનું કામ પૂર્ણ થઇ ગયું છે. હાલમાં સરદાર પ્રતિમાનું કામ એંસી ટકા પૂર્ણ થઇ ગયું છે. વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું એકત્રીસ ઓકટબરે લોકાર્પણ કરવા તંત્ર સજ્જ બન્યું છે. જ્યારે સરદાર પ્રતિમા અને નર્મદા ડેમનો વિસ્તાર વિવિધ રંગના ફુલોથી સજ્જ બને અને ભારતના વડાપ્રધાન લોકાર્પણ માટે આવે ત્યારે તેઓને આ ફુલોની સુંદરતા જાવા મળે તે માટે કેવડીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસે વેલી ઓફ ફલાવર્સ પ્રોજેકટમાં વૃક્ષારોપણ અને ફુલો રોપવા માટે આઠ કિલોમીટરનો સમગ્ર વિસ્તાર આવરી લીધો છે.
૮૫૦૦૦ ફુલોના અલગ અલગ સાત રંગના કલરના છોડ રોપવામાં આવ્યા છે અને બીજા વીસ હજાર છોડ રોપવાની કામગીરી ચાલુ છે. હાલમાં જે છોડ ફુલના વાવવામાં આવ્યા છે તે વિવિધ કલરથી સુશોભિત થઇ ગયા છે.
સરદાર પ્રતિમાના લોકાર્પણ માટે ભારતના વડાપ્રધાન આવે તેવી આશા તંત્રને છે. જેને લઇને હાલમાં તંત્ર તેની તૈયારીઓમાં લાગ્યું છે. સુત્રોમાંથી માહિતી મળતી મુજબ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરી લોકસભાની ચુંટણીનું રણશીંગુ પણ ફુંકાય તેવા એંધાણ છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





