ધો.-૨ની વિદ્યાર્થીનીને શિક્ષકાએ ઢોર માર મારતા વાલીએ ફરીયાદ નોંધાવી

0
107

અમદાવાદ,તા.૨૧
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સંત કબીર સ્કૂલમાં ધો.૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિક્ષિકાએ માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વિદ્યાર્થિનીના પિતાએ આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈસ્કોન ચાર રસ્તા પાસે રહેતા યુવકની ૧૧ વર્ષીય દીકરી વસ્ત્રાપુર(થલતેજ)માં આવેલી સંત કબીર શાળામાં ઇંગ્લીશ મીડિયમમાં ધો. ૨માં અભ્યાસ કરે છે. સવારે વિદ્યાર્થિની સ્કૂલે ગઇ હતી. બપોરે ઘરે પરત ફરતા ઘરમાં વાતચીત કર્યા વગર રૂમમાં જઇ રડવા લાગી હતી. જેથી તેના માતાપિતાએ તેને પૂછતાં વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, તેના ક્લાસ ટીચરે તેને ખુબ જ ઢોર માર માર્યો છે.
મળતી વિગત અનુસાર ધો-૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રિશેષ પૂરી થતાં તે પોતાનું સ્ટડી મટિરિયલ બેગમાંથી કાઢતી હતી ત્યારે કોઇ વસ્તુ નીચે પડી ગયું હતું. જેને શોધવા માટે બેંચની નીચે બેસી તેને શોધતી હતી ત્યારે ક્લાસ ટીચર અનિતાબેન ચોપરા ત્યાં આવી પહોંચ્યા હતાં અને ગુસ્સામાં શિક્ષકે વિદ્યાર્થિનીને પીઠના ભાગે બે ધબ્બા માર્યા હતા તથા માર માર્યા બાદ તેને ક્લાસરૂમની બહાર કાઢી મૂકી હતી.
તમને જણાવી દઇએ કે, એક વર્ષ પહેલા પણ આ જ વિદ્યાર્થિનીને એક શિક્ષકે માર માર્યો હતો. જે અંગે શાળાના આચાર્યને રજુઆત કરાતા તેમને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જાકે, વધુ એક વખત વિદ્યાર્થિનીને માર મારવામાં આવતા તેના પિતાએ અનિતાબેન ચોપરા નામની શિક્ષક વિરૂદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY