ચાર રસ્તા કે સાર્વજનિક સ્થળોએ સ્ટેચ્યુ મુકવા નહીં

0
19

નવસારી, તા.૧૭
હાલમાં ઠેર ઠેર ગેરકાયદેસર રીતે બિન પરવાનગીથી જાહેર રસ્તાઅો/માર્ગો પર રસ્તા/માર્ગોમાં આવતા ચાર રસ્તાઅો પર, સાર્વજનિક જગ્યાઅો પર રાહદારીઅોને, ચાલીને જતાં લોકોને, વાહન વ્યવહારના સરળ અવરજવરને અગવડતા પડે તે રીતે દબાણ કરવાની જેવી કે ગેરકાયદેસર રીતે બિનપરવાનગીથી બાંધકામ કરી આડશ પેદા કરવી, ગોળ સર્કલ બનાવવા, સ્ટેચ્યુ મુકવા, લારી/ગલ્લાઅો મુકવા અંગેની ઘટનાઅો વારંવાર બનવા પામી છે. તેમજ ઘણીવાર રાહદારીઅો વચ્ચે, રાહદારીઅો અને પોલીસ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ પેદા થતી હોય છે. નવાસરી જિલ્લામાં આવી બાબતોને નિવારવાના હેતુસર, તેમજ જાહેર સુલેહશાંતિ અને ટ્રાફિક અને માર્ગ સલામતિને ધ્યાને લેતાં નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે શ્રી કે.જે.રાઠોડે મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં ઘ્વારા તા.૧૪/૧૧/૨૦૧૮ થી તા.૨૮/૧૧/૨૦૧૮ સુધી નવસારી જિલ્લામાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજય ધોરીમાર્ગો, રાજય ધોરીમાર્ગ તેમજ જિલ્લાના મુખ્ય અને અન્ય તમામ માર્ગો પર, રસ્તા/માર્ગોમાં આવતા ચાર રસ્તાઅો પર તેમજ સાર્વજનિક જગ્યાઅો પર ગેરકાયદેસર રીતે બિન પરવાનગીથી સામાન્ય લોકોને, રાહદારીઅોને, ચાલીને જતા લોકોને, વાહન વ્યવહારના સરળ અવર-જવરને અગવડતા પડે તે રીતે દબાણ કરવાની જેવી કે ગેરકાયદેસર રીતે બિનપરવાનીગી બાંધકામ કરી આડશ પેદા કરવી, ગોળ સર્કલ બનાવવા, સ્ટેચ્યુઅો મુકવા, લારી/ગલ્લાઅો મુકવા જેવા તમામ કૃત્યો કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે.આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY