સ્થુળતા: અનેક બિમારીને આમંત્રણ

0
26

માત્ર ભારતમાં જ નહી બલ્કે વિશ્વમાં વર્તમાન ભાગદોડની લાઇફ અને ગળાકાપ સ્પર્ધાના યુગમાં વ્યÂક્ત પોતાના માટે સમય કાઢવામાં મુશ્કેલી અનુભવ કરે છે. દિન રાત કામમાં વ્યસ્ત રહે છે. આવી Âસ્થતીમાં તેની લાઇફ સંપૂર્ણપણે અસ્ત વ્યસ્ત બની જાય છે. આવી અસ્ત વ્યસ્ત લાઇફ વચ્ચે અનેક બિમારી વ્યÂક્તને ઘેરવા લાગી જાય છે. નાની વયમાં જ બિમારીની અસર દેખાવવા લાગી જાય છે. એક જગ્યા બેસીને લાંબા સમય સુધી કામ કરવાની ટેવ પણ ખતરનાક સાબિત થાય છે. આના કારણે સ્થુળતા શરીરમાં વધતી જાય છે. હાલમાં જ કરવામાં આવેલા એક નવા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ત્રણ પૈકી એક સ્થૂળ છે. આ બાબત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થૂળતા ઘણી બિમારીઓને પણ આમંત્રણ આપે છે. અભ્યાસમાં જાણવા મળી રહ્યું છે કે ભારત સ્થૂળતા સામેની લડાઈમાં નબળું પડી રહ્યું છે. કારણ કે દેશના ત્રણ નાગરિકો પૈકી એક વધુ વજનથી પરેશાન છે. તેમના આદર્શ વજનથી વધુ વજન ધરાવે છે. આના માટે જુદા જુદા કારણો જવાબદાર છે. ટાયર-૨ શહેરો પણ આમા આવરી લેવામાં આવ્યા છે. કોચી, લુધિયાણા અને નાગપુર જેવા ટાયર-૨ શહેરમાંથી વધુ વજન ધરાવતાં લોકોની સંખ્યા વધારે હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે મેટ્રો શહેરોમાં આ આંકડો વધારે છે પરંતુ હવે એવું જાણવા મળ્યું છે કે ટાયર-૨ શહેરોમાં પણ આ આંકડો ઓછો નથી. નવા ૧૧-શહેર સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ૩૬ ટકાથી વધુ લોકો આદર્શ વજન કરતા વધુ વજન ધરાવે છે. સ્થૂળતાથી તમામ લોકો ગ્રસ્ત છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો બોડીમાસ ઇન્ડેક્સના આધાર ઉપર આંકડો આદર્શ દેખાઈ રહ્યો નથી. કોચી જેવા મિની મેટ્રો શહેરોમાં ૪૬ ટકા સર્વેમાં ભાગ લેનાર લોકો સામાન્ય કરતા વધુ વજનના હતા. સ્થૂળતાથી અમારા નોન મેટ્રો શહેરો પણ અસરગ્રસ્ત છે તે બાબત જાણવા મળી છે. સર્જન રામન ગોહિલે આ મુજબની વાત કરી છે. સ્થૂળતા હવે એક મોટી સમસ્યા બની ચૂકી છે. સ્થૂળતાના કારણે ઘણી બિમારીઓ પણ આકર્ષિત થઈ ચૂકી છે. બહાર ખાવાની ટેવ લોકોમાં વધી ગઈ છે. દેશના મોટાભાગમાં આ વ્યવસ્થા જાવા મળી રહી છે. નાગપુરમાં ચાર ટકા લોકો રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ વજનવાળા જાવા મળી રહ્યા છે. રિસર્ચ સોસાયટી ફોર સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે અર્થતંત્ર પણ આના માટે જવાબદાર છે. આર્થિક Âસ્થતિ મજબૂત બની છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે બ્લડપ્રેશર અને ડાયાબિટીશ થવા માટેના મુખ્ય કારણોમાં સ્થૂળતા સૌથી મુખ્ય કારણ છે. દેશમાં પાંચ પૈકી એક વ્યÂક્ત ડાયાબિટીશ અને હાઈપરટેન્શનથી પરેશાન છે તેવા અહેવાલ બાદ આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે બ્લડપ્રેશર અને ડાયાબિટીશ થવા માટે મુખ્ય કારણ સ્થૂળતા છે. સ્થૂળતા જ આ મુખ્ય બિમારીઓને આમંત્રણ આપે છે. સાઈટના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે લોકો નિયમિતપણે તેમના સુગર અથવા તો બ્લડપ્રેશર ઉપર નજર રાખતા નથી. અભ્યાસમાં સૂચન કરવામાં આવ્યું છે કે ત્રણ મહત્વપૂર્ણ પરિબળો છે જેના ટેસ્ટ નિયમિતગાળામાં થાય તે જરૂરી છે. આમા જણાવવામાં આવ્યું છે કે સુગર અને બ્લડપ્રેશર નિયમિતપણે ચકાસવામાં આવે તે જરૂરી છે. અભ્યાસમાં ખૂબ ઓછા લોકો આ ધારાધોરણ પાડી રહ્યા હોવાની બાબત જાણવા મળી છે.સ્થુળતા શરીરમાં વધતાની સાથે ડાયાબિટીસ સહિતની અનેક બિમારી ઘર કરવા લાગી જાય છે. કોઇ પણ સ્થુળ વ્યÂક્ત પોતાની લાઇફને સારી રીતે માણી શકવાની Âસ્થતીમાં રહેતી નથી. સ્થુળતાને ટાળવા માટે કોઇ પણ વ્યÂક્તએ શરીરને કમ સે કમ સમય કસરત માટે આપવો જાઇએ. નિયમિત રીતે સવારમાં કસરત કરવા, વોકિંગ કરવા અને અન્ય રીતે શરીર કાબુમાં રહે છે. સ્થુળતાના ખતરાને ટાળી શકાય છે.
શરીરને ફિટ અને સ્લીમ રાખવા યોગ્ય ડાઇટ અપનાવીને અને તબીબોની સલાહ મુજબ આગળ વધીને પણ આ સમસ્યાથી બચી શકાય છે. જા કે સૌથી પહેલા શિસ્ત સાથે લાઇફને આગળ વધારી દેવાની જરૂરિયાત સૌથી પહેલા રહે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY