રાજપીપા સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે તાલીમાર્થી બહેનોનો વિદાય સમારંભ યોજાયો

0
64

રાજપીપલા: સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપલા ખાતે બીજા વર્ષની તાલીમાર્થી બહેનોનો વિદાય સમાંરમ યોજવામાં આવેલ. જેમાં અધ્યક્ષ સ્થાને જતીનભાઈ પી.વસાવા ઉપસ્થિત રહી તાલીમાર્થી બહેનોને આર્શીવચન પાઠવ્યા હતા.

આ પ્રંસગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નિપાબેન પટેલ પણ ઉપસ્થિત રહી અને તાલીમાર્થી બહેનોને પરીક્ષા લક્ષી અને કારકિર્દી અંગે માર્ગદર્શન પુરું પાડી શુભેચ્છા પાઠવી હતી.કોલેજના આચાર્યા બહેન શ્રીમતી ભારતીબેન બી.ભાવસારે પણ તાલીમાર્થી બહેનોને આર્શીવચન પાઠવ્યા હતા.તાલીમાર્થી બહેનોને પોતાના બે વર્ષનો તાલિમકાળ દરમ્યાનના પોતાના મંતવ્યો રજુ કર્યા.વીર શ્યામજી ક્રૃષ્ણ વર્મા પ્રાથમિકશાળા રાજપીપલાના આચાર્યા કલ્પેશભાઈ મહાજન તરફથી દરેક તાલીમાર્થી બહેનોને “બાળ સંસ્કાર શાળા” માર્ગદર્શિકાનું પુસ્તક આપવામાં આવ્યું હતું.જ્યારે કોલેજ તરફથી દરેક તાલીમાર્થી બહેનોને ‘સેવા’મેગેઝિનું એક વર્ષનું લવાજમ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના અધ્યાપક ર્ડો.વિમલભાઈ એન.મકવાણા એ કર્યું હતુ.અને આભાર વિધિ કોલેજના અધ્યાપક સી.વી.વસાવાએ કરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY