મકાનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી, ઘરવખરી બળીને ખાખ

0
11

સુરત,તા.૧૮
સોમવારે બપોરના સમયે ભાઠેના વિસ્તારમાં આવેલા રઝા નહરમાં એક મકાન પહેલા માળે અચનાક આગ ફાટી નીકળી હતી. જે જાત જાતામાં અન્ય બે ધરમાં પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતો. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જાકે, ઘરમાં રહેલો તમામ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
ભાઠેના વિસ્તારમાં આવેલા રઝા નહર સોસાયટીમાં રહેતા શેખ ઉસ્માન મજુરી કામ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. તે ઘરના પહેલાં માળે રહે છે. જેમાં બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ જાત જાતામાં બાજુમાં આવેલા શેખ અબ્દુલ્લા સહિત બેના ઘરમાં પ્રસરી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ૬ ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
મકાનના પહેલા માળે આગ લાગવાની જાણ સોસયટીના રહિશોને થતા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જાકે, આગ પહેલાં માળે લાગી હોવાથી મુશ્કેલીનો સમાનો કરવો પડ્યો હતો. ફાયર વિભાગે તપાસ કરતા આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન લગાવ્યું હતું. જોકે, હાલ આગ લાગવા અંગે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY