કિન્નરો વચ્ચે જૂથ અથડામણમાં બે ઈજાગ્રસ્ત

0
31

સોપારી આપી હુમલો કરાયોઃ કિન્નર
સુરત,તા.૮
લિંબાયત વિસ્તારમાં મેટ્રો પ્રિયંકા નજીક કિન્નરો વચ્ચે જૂથ અથડામણમાં બબાલ સર્જાઈ હતી. દાપુ ઉઘરાવવા નીકળેલા કિન્નરો પર અન્ય જૂથે જાહેરમાં હુમલો કરાવતાં બે કિન્નર ઈજાગ્રસ્ત થયાં હતાં. જેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાંઆવ્યાં હતાં. સાથે જ કિન્નરો લિંબાયત પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા હતાં.
કિન્નર સીતાએ જણાવ્યું હતું કે, ભૂરી નામના કિન્નરે સોહેલને સોપારી આપી હુમલો કરાવ્યો છે. પિંકીની હત્યામાં સામેલ કિન્નરોના ગ્રુપ દ્વારા જ આ હુમલો કરાવવામાં આવ્યો છે. સાથે જ તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ કર્યા હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY