ભારતમાં સૌપ્રથમ વખત પીર કયામુદ્દીન દાદા ટ્રસ્ટ દ્વારા ગૌશાળાનું નિર્માણ

0
60

હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના ઉદાહરણ સ્વરૂપ
કરજણ રોડ પિંગલવાડા ગામે ગૌશાલાનું લોકાર્પણ કરતા પૂ. મોરારી બાપુ તથા સાંસદ અહમદભાઈ પટેલ
સુરત, તા.૮
પાદરાના એકલબારા ગામનાં કયામુદ્દીન ચિસ્તી દાદા ટ્રસ્ટ દ્વારા ભારતમાં સૌપ્રથમ પહેલી ગૌ શાળા અને દલિત આદિવાસી કલ્યાણ કેન્દ્રનો ઉદ્ઘાટન -સંગ યોજાયો હતો. જેમાં પૂ.મોરારીબાપુ સહિત રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્નાં હતા. પાદરાના એકલબારા ગામે કયામુદ્દીન દાદાની ૩૫૦ વર્ષ જૂની દરગાહ આવેલી છે. હિન્દુ મુસ્લિમની એકતાના -તિક સ્વરૂપ અને ઘેર-ઘેર ગાયો પાળોનો સંદેશો આ દરગાહથી પાઠવવામાં આવે છે. સાથે સાથે વ્યસન મુકિતનો સંદેશો પણ પાઠવવામાં આવે છે. આ દરગાહએ હાલમાં ઇતિહાસ સર્જ્યો છે. ભારતમાં પહેલીવાર દરગાહ દ્વારા ટ્રસ્ટ બનાવી ગૌ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. એકલબારા ગામની દરગાહ દ્વારા કરજણ રોડ પર પિંગલવાડા ગામે ગૌશાળાનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન પૂ. સંતશ્રી મોરારીબાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મોરારીબાપુએ જણાવ્યું કે, વર્ષો જુની પરંપરા સાચવવા માટે કદીર પિરજાદા સાહેબને સલામ છે. ઉપસ્થિત તમામને નમન કરું છું. ભજન અને બંદગી એક સાથે હોય તો બેડો પાર થઈ જાય અને એક દરગાહ દ્વારા ગૌ શાળાનું નિર્માણ થાય એ -સંશનીય વાત છે. જીભ રૂપી ઇન્દ્રિય બરાબર રાખવી જોઈએ. લોકોમાં ઈમાનની જરૂર છે. ગુજરાતમાં ગાય કપાવી ના જોઈએ અને કસાઈ પાસે ન જવી જોઈએ તેની જાળવણી એ જ સાચી સેવા છે. પરંતુ જે જગતને જગાડવા જાય છે તે કપાઈ છે. મીઠી જીવડી જેવું કામ આ દરગાહ દ્વારા કરવામાં આવ્યું છે, કોમી એકતા માટે ગૌ માતા નિમિત્ત બની છે. રાષ્ટ્ર વિકાસ થાય એ જરૂરી છે પણ -કાશ પણ એટલો જ જરૂરી છે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન તો છે જ પણ સાથે જય ઈમાન પણ જોડાવું જોઈએ.
આ સાથે રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ સહિત એકલબારા દરગાહના ગાદીપતિ કદિર પિરઝાદા તેમજ પાદરા તાલુકાનાં ધારાસભ્ય જસપાલ સિંહ અને દરગાહના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિ રહ્નાં હતા. આ પ્રસંગે મોરારીબાપુએ શુભેચ્છા પાઠવી હતી. જયારે ગુણવંતભાઈ શાહએ કોમી એકતા જે કુરાનની આયાત છે તે અમો રેટિંયો કાંતતા હતા ત્યારે બોલતા હતા. કોમી એકતા માટે અહદ પટેલે રૂ. ૧૦ લાખ નું દાન પણ આપ્યું હતું.
પાદરા ખાતે ડભાસા રોડ પર આવેલા રંગ ફાર્મ ખાતે આ સમારોહ યોજાયો હતો. જેમાં સૌ -થમ આયાત પઢવામાં આવી હતી. અને
ત્યારબાદ કાપોદરાની આદિવાસી ભજન મંડળી દ્વારા ભજન ગાવામાં આવ્યા હતા. જેમાં પૂ.મોરારીબાપુ સહિત સાહિત્યકાર ગુણવંત શાહ, ગાદીપતિ કદિર પિરજાદા તેમજ કોંગ્રેસનાં -દેશ આગેવાન સિદ્ધાર્થ પટેલ તથા અર્જુન મોઢવાડિયા અને પાદરાના ધારાસભ્ય જશપાલસિંહતેમજ બાબુભાઈ રાયકા (ગોપાલક) , ઠાકોર પુષ્પરાજ સિંહ, નિર્મળભાઈ વખારીયા, ભરતભાઈ શાહ સરગમ , ઠાકોર રાજેન્દ્ર સિંહ, જનાબ રફીક્ બાવા પિરજાદા, ડો.અરહમ્બાવા પિરજાદા તેમજ ઝઘડીયા, પાલેજ, છોટાઉદેપુર, માંગરોળના ગાદીપતિ અને પાદરાના આગેવાનોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા ડો. રિઝવાન કાદરીએ આપી હતી. અંતમાં ગાદીપતિ કદિર પિરજાદાએ સૌનો આભાર માન્યો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY