સુરત,તા.૧૧
અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે લગ્નોમાં ડીજેની પણ બોલબાલા વધી રહી છે. લગ્નમા ડીજેના તાલે લોકો ઝુમી રહ્યા છે. આવા માહોલ વચ્ચે સુરતના રૂસ્તમપુરામાં પોલીસ ચોકી પાસે આયોજિત લગ્નપ્રસંગમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે માથાકુટ કરાઇ હતી. આ બબાલમાં પીએસઆઇને ઇજાઓ પહોંચી હતી.
મળતી માહિતી પ્રમાણે રુસ્તમપુરામાં પોલીસ ચોકી સામે એસઆરપીના પોઈન્ટ પાસે રહેતા મુÂસ્લમ પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી શનિવારે રાત્રે ડીજેનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં જારશોરથી લાઉડ સ્પીકર વગાડાતું હોવાથી સ્થાનિક લોકોએ પોલીસ કંટ્રોલમાં કોલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ રાત્રે ૧૦ પછી લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હોય રાત્રે ૧૧ વાગ્યે સલાબતપુરા પોલીસે અહીં ધસી જઇ ડીજે બંધ કરાવી દીધું હતું.
ટોળામાંથી કેટલાંક તત્વોએ ઉશ્કેરણી કરી હતી. તેઓએ પોલીસનો ઘેરાવ કરી જીભાજાડી પણ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન ટોળામાંથી એક યુવકે કોઇક વસ્તુનો છૂટ્ટો ઘા કરતા પીએસઆઇનેકપાળના ભાગે ઇજા પહોંચી હતી.
પોલીસ ઉપર હુમલો થતા વાતાવરણ તંગ બની ગયું હતું. ઇજા પામેલા પીએસઆઇ કપાના ભાગે ૩ ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે પીએસઆઇએ ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસે કરીમ ઉર્ફે ચીના રહીમખાન ઉર્ફે હજરત પઠાણ, રહીમખાન ઉર્ફે હજરત બન્નેખાન પઠાણ, જાફરખાન રહીમખાન પઠાણ સહિત ત્રણ સામે સરકારી ફરજમાં રૂકાવટ અને મારપીટનો ગુનોં નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




