કેમિકલ વેસ્ટ ઠાલવતી કંપનીને બંધ કરવા ખેડૂતોની માંગ, આવેદનપત્ર પાઠવ્યું

0
8

સુરત,તા.૧૫
ઓલપાડના ૨૦ હજાર લોકોના માથે મોતના રૂપમાં ભમતી હિન્દુસ્તાન કેમિકલ્સ કંપનીને કાયમી ધોરણે બંધ કરાવવાની માંગણી સાથે ખેડૂત સમાજ-ગુજરાતના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કરી છે. જેમાં સમગ્ર ઘટનાની તપાસ ઊંડાણપૂર્વક થાય, જવાબદાર તમામ સામે કડક હાથે કામગીરી કરવામાં આવે તેવી માગણી કરાઈ છે.
ખેડૂત સમાજ-ગુજરાતના આગેવાન જયેશ પટેલે કહ્યું હતું કે, આ કંપનીનો ઝેરી રાસાયણિક સાઇનાઇડયુક્ત કચરાનો નિકાલ કરાતો હોવાનો પર્દાફાશ થયો છે. આ અંગે ભરૂચ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે ત્યારે જવાબદાર તમામ સામે આઇપીસીની કલમ ૩૦૭ તેમજ ૧૨૦ મુજબ કામગીરી કરવામાં આવે તેવી ખેડૂત સમાજની માંગણી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY