સુરત,તા.૨૪
ક્રાઈમ બ્રાન્ચે આંતર રાજ્ય ઘરફોડ ચોરી કરતી નેપાળી ગેંગના ત્રણને ઝડપી પાડ્યા હતા. જેથી અલગ અલગ શહેરના મોટા ઘરફોડ ચોરીના ગુના ઉકેલાયા છે. ક્રાઈમ બ્રાન્ચે રૂસ્તમપુરામાં આવેલા મુથુટ ફાયનાન્સ ઓફિસમાં ચોરી કરે તે પહેલા બાતમી આધારે ઝડપી પાડ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચને મળેતી બાતમી આધારે રૂસ્તમપુરા વિસ્તારમાં આવેલા મુથુટ ફાયનાન્સની ઓફિસ નીચેથી નેપાળી ગેંગના રીઢા આરોપીઓ રૂપસિંગ કરણસિંગ બિસ્ટ, સાગર દેવરાજ ખાતી, રોશન નારાયણ પરીહારને ઝડપી પાડ્યા હતા. અને બે લોખંડના ગણેશીયા, એક આરી , પાના સાથની એક બેગ, નંબર વગરની બાઈક મળી કુલ ૫૦૨૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપી પૈકી રૂપસિંગ અને સાગર રીઢા ધરફોડ ચોરો અગાઉ મહારાષ્ટ્ર પુણેમાં ચોરી કરતા ઝડપાયા હતા. અને હાલ સુરતમાં મોટી ચોરીને અંજામ આપવાના હતા દરમિયાન ઝડપાઈ ગયા હતા. જેથી સુરતના ચોકબજાર, બારડોલી અને વાપીના લાખો રૂપિયાના ઘરફોડ ચોરીના ગુના ઉકેલાયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




