લીંબાયતમાં બે સ્થળે જુગાર રમતા ૧૨ જુગારીઓ ઝડપાયા

0
3

રોકડા રૂપિયા સહિત ૪૧૭૦૦ની મતા પોલીસે કબજે કરી
સુરત, તા.૨૫
લીંબાયત અને પોલીસ કન્ટ્રોલ ટીમે જુગારધારા અન્વયે બે કેસ કરી ૧૨ જુગારીની ધરપકડ કરી હતી.
લીંબાયત પોલીસે બાતમીના આધારે કમરૂનગર ટેનામેન્ટ એ/૬/૧૮ની લોબીમાં જુગાર રમતા જલીલ અહેમદ ફકીરઅહેમદ, રહીમ હુસૈન શેખ, યુનુશખાન પઠાણ, રફીક શેખ, શરીફ શેખ, નફીશ બેગ, મોયુદ્દીન ઉંમરની ધરપકડ કરી રોકડા રૂ.૧૦૭૪૦ કબજે કર્યા હતા.
જ્યારે પોલીસ કન્ટ્રોલ રૂમની પોલીસ ટીમે ખટોદરા અંબાનગરની ગલીમાં જુગાર રમતા સુધીર શ્રીપ્રકાશ ઈન્દલ ઉદય, વિનોદ કૈલાશ, દશરથ યાદવ, રામક્રિષ્ના પ્રકાશની ધરપકડ કરી ચાર મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ રૂ.૩૦૯૬૦ કબજે કર્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY