સુરત,તા.૨૫
આગામી ૨૩મી એપ્રિલના દિવસે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન થવા જઇ રહ્યું છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા એક બે બેઠકોને બાદ કરતા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉમેદવારોની નામ જાહેર થવાની સાથે જ પોસ્ટર યુદ્ધ શરુ થઇ ગયું છે. ગુજરાતમાં ઠેકઠેકાણે વિરોધમાં અથવાતો સમર્થનમાં પોસ્ટરો લાગવા લાગ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં અનેક પોસ્ટરો લાગ્યા છે. સોમવારે પણ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં બેનલ લાગ્યા છે. જેમાં ચોકીદાર ચોર નથી એવું સમર્થન આપતું બેનર સોસાયટીના દ્વાર ઉપર જ લગાવવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ભુલાભાઇ સોસાયટીના પ્રવેશ દ્વારા ઉપર જ બેનર લગાવવામાં આવ્યું છે. બેનરમાં લખવામાં આવ્યું છે કે ‘ચોકીદાર ચોર નથી’ અને નીચે ભુલાભઆઇ દેસાઇ પાર્ક.
ઉલ્લેખનીય છેકે, મોટા વરાછાના ખોડિયાર નગરમાં પોસ્ટર લગાવ્યા છે. જેમાં વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઇને પોસ્ટર લગાવ્યા છે. પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સોસાયટીમાં મત માંગવા આવવું નહીં અને આવશો તો તમારું સ્વાગત બુટ-ચંપલના હારથી કરીશુંનું લખાણવાળું પોસ્ટર લગાવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





