ભટાર ચાર રસ્તા પાસે દોડતી મારૂતિ વાનમાં આગ લાગી

0
13

ચાલક સહિત બે લોકોનો દુર્ઘટનામાં હેમખેમ ઉગારો
સુરત, તા.૨૮
આજે સવારે ભટાર ચાર રસ્તા પાસે રસ્તા ઉપર દોડતી મારૂતિ વાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. વાનમાં બેસેલ બે વ્યક્તિ સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. સીએનજી વાનમાં લાગેલી આગથી વાયરિંગ અને આગળની સીટ બળી ગઈ હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે છ વાગ્યાના સુમારે ભટાર ચાર રસ્તા પાસે મારૂતિ વેનમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. બનાવની જણ થતાં જ મજુરા ફાયર સ્ટેશનથી ફાયર ઓફિસર હરીભાઉ બોરસે સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. મારૂતિ વાન નં.જીજે-૫-સીજે-૨૮૦૯ના આગળના ભાગ બોનેટમાં આગ લાગી હતી. ફાયર સ્ટાફે સમયસર આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી. ફાયર ઓફિસર બોરસેના જણાવ્યા અનુસાર આભવા ગામ ખાતે રહેતા અરવિંદ ડાહ્નાભાઈ પટેલ માતા સાથે શાકભાજી લેવા માટે પોતાની મારૂતિ વેન લઈને સરદાર માર્કેટ જઈ રહ્ના હતા. સવારે છ વાગ્યે તેઓ ભટાર ચાર રસ્તા ઈશ્વરનગર પાસેથી પસાર થતા હતા. તે દરમ્યાન અચાનક વેનમાં આગ લાગી હતી. અરવિંદભાઈએ સમય સુચકતા વાપરી વેન થોભાવી માતા સાથે સુરક્ષિત નીચે ઉતરી ગયા હતા. આગથી માત્ર સીટ અને વાયરિંગને નુકસાન થયું છે. કોઈ પણ પ્રકારની જાનહાનિ નોધાઈ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY