પૂર્વ પતિએ ચારીત્રની શંકા રાખી પત્નીને ચપ્પુના ઘા ઝીંક્યા

0
28

સુરત,તા.૩૦
નવાગામમાં છૂટાછેડા લીધા બાદ પૂર્વ પતિએ સાસરિયામાં જઇ પત્નીને ચપ્પુના ઘા મારી પતાવી દેવાયો પ્રયાસ કર્યો હતો. શુક્રવારની રાત્રે બનેલી ઘટના બાદ બે માસૂમ બાળકોની માતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાતા ડોક્ટરોએ બચાવી લીધી હતી. વતન મહારાષ્ટ્રનાં સિરપુરમાં પિતરાઈ ભાઈ સાથે કરેલી મોબાઇલ ફોન પરની વાતચીતના રેકો‹ડગ સાંભળ્યા બાદ પતિ તેમના ચારિત્ર પર શકા કરી ઝઘડો કરતો આવ્યો હોવાનું પીડિત પત્નીએ જણાવ્યું છે.
યોગીતા ઉ.વ. ૨૩ (પીડિત પરિણીતા)એ જણાવ્યું હતું કે, મહેન્દ્ર અહિરે સાથે તેના લગ્ન ૭ વર્ષ પહેલા થયા હતા. સંતાનમાં એક છોકરો અને છોકરી છે. માર્કેટમાં સાડી કટીંગનું કામ કરતો મહેન્દ્ર છેલ્લી દિવાળીથી મારઝૂડ કરતો આવ્યો છે.વતન સિરપુરમાં રહેતા પિતરાઈ ભાઈ સાથે મોબાઈલ પર વાત થતી હોવાનું રેકો‹ડગ સાંભળ્યા બાદ મહેન્દ્ર ચારિત્ર પર શકા કરતો હતો. તારું આ છોકરા સાથે લફરું છે એમ કહી વારંવાર ઝઘડો કરતો હતો. જેનાથી કંટાળી ત્રણ દિવસ પહેલા જ છૂટાછેડા લઈ તેઓ પિયર માતા સાથે રહેતા હતા. રાત્રે અચાનક તેમનો પૂર્વ પતિ મહેન્દ્ર ઘર ઘુસી ચપ્પુથી હુમલો કરી ભાગી ગયો હતો. હાલ તેઓ સર્જીકલ વોર્ડમાં દાખલ છે. પોલીસ તપાસ કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY