પ્રેમમાં પાગલ યુવકે કોલેજિયન યુવતીને જાહેરમાં ફટકારી

0
27

સુરત,તા.૨
અડાજણ વિસ્તારની ૨૦ વર્ષીય યુવતી અઠવાલાઇન્સ ચોપાટી સામે આલેવી કોલેજમાં અભ્યાસ કરે છે. તેણીની આંખ કોલેજમાં આવતા વસીમ પઠાણ નામના યુવક સાથે મળી ગઇ હતી.
પ્રેમમાં પાગલ યુવકો પોતાના પ્રેમ ખાતર કંઇપણ કરવા માટે તૈયાર હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. જ્યાં પ્રેમીએ કોલેજિયન યુવતીને જાહેરમાં ફટકારી હતી અને તેને બટકા પણ ભર્યા હતા. સુરતના અડાજણ વિસ્તારની કોલેજિયન યુવતીને તેણીના વિધર્મી પ્રેમીએ માર મારી હાથ અને કમરના ભાગે બચકું ભરી લીધું છે.
મળતી માહિતી પ્રમાણે અડાજણ વિસ્તારની ૨૦ વર્ષીય યુવતી અઠવાલાઇન્સ ચોપાટી સામે આલેવી કોલેજમાં અભ્યાસ કરે છે. તેણીની આંખ કોલેજમાં આવતા વસીમ પઠાણ નામના યુવક સાથે મળી ગઇ હતી. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બામાં એકબીજા સાથે લગ્ન કરવાનો કોલ આપી દીધો હતો.
દરમિયાન તેણીને વસીમે એક માસ પહેલાં લગ્ન કરી લીધા હોવાની ખબર પડી હતી. ત્યારબાદ ત્રણેક દિવસ અગાઉ આ યુવતી વસીમને સગરામપુરા વિસ્તારમાં ણળવા ગઇ હતી. જ્યાં તેણીએ વસીમને ઠપકો આપતા ઉશ્કેરાયેલા વસીમે તેણીને માર મારવા સાથે તેના બંને હાથ અને કમરના ભાગે બચકું પણ ભરી લીધું હતું.
ત્યારબાદ ઘરે જતી રહેલીયુવતીના સંબંધીને બીજા દિવસે આખી ઘટનાની જાણ થઇ હતી. જેને પગલે સોમવારે પીડિત યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY