સુરત,તા.૧૯
સુરતમાં પતિ દ્વારા જ પત્નીને બ્લેકમેલ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. સુરતનાં અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતી પરિણીતાનાં તેનો તેનો પતિ દારૂનાં નશામાં અમાનવીય અત્યાચાર ગુજારતો હતો, એટલું જ નહીં પરંતુ તેણે બેડરૂમમાં સીસીટીવી કેમેરા ગોઠવીને પત્ની સાથેની અંગતપળોનો વિડીયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરતા યુવકનાં લગ્ન ૨૫ વર્ષિય સોનલ સાથે થયા હતા. બંને હનીમૂન માટે સિંગાપોર ગયા હતા. યુવકે પત્નીને અહીં પોતાના મિત્રોને કંપની આપવા કહ્યું હતુ. પત્નીએ પતિની વાત ના માનતા તેની સાથે મારઝૂડ કરવામાં આવી હતી. તો ઘરે આવ્યા બાદ સાસુ અને સસરા પણ ઘરકામ સારું ના કરતી હોવાના બહાના આપી ટોણા મારવાનું શરૂ કર્યું હતુ. પતિ અવાર-નવાર દારૂનાં નશામાં પત્નીને મારતો અને બીજી તરફ સાસુ-સસરા પણ પોતાના દીકરાની જ વહાર લેતા હતા. આ વિશે પરિણીતાએ તેના પરિવારને જાણ કરી તો સાસરીયાઓએ પીડિતાનાં માતા-પિતાને પણ અપશબ્દો બોલ્યા હતા.
પતિએ તમામ હદો પાર કરતા પત્ની સાથેની અંગતપળોનો વિડીયો સીસીટીવીમાં ઉતાર્યો હતો, ત્યારબાદ પત્નીને આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો અને પીડિતાને ઘરમાંથી કાઢી મુકી હતી. આ અંગે પીડિતાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





