બેગમપુરા-ઝાંપાબજાર અને મુંબઈવડ ખાતે ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

0
11

સેન્ટ્રલ ઝોન દ્વારા બે જુદા જુદા સ્થળે ડિમોલીશન
સુરત, તા. ૮
સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં. ૦૪, નોંધ નં. ૧૮૮૪, ૧૮૮૫ અને ૧૮૯૮ મુંબઈવડ, બેગમપુરા વાળી મિલકતમાં સંજરી ડેવલપર્સ પાર્ટનરશીપ ફર્મ બસરતભાઈ ડી. પઠાણ તથા અન્યો દ્વારા સુરત મહાનગરપાલિકાના મંજૂર કરાયેલ પ્લાન વિરુદ્ધ બાંધકામ કરતા તા. ૦૫/૦૪/૧૯ના રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાના સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાના સિક્યોરિટી સ્ટાફની મદદથી ડિમોલીશન કરવામાં આવેલ. જે અન્વયે મિલકતદાર પાસેથી કુલ રૂ. ૪૦,૦૦૦/- ડિમોલીશન ચાર્જ પેટે વસૂલ લેવામાં આવેલ છે. ઉપરાંત વોર્ડ નં. ૦૪, નોંધ નં. ૩૫૨૩, ૩૫૨૪ અને ૩૩૩૮, ઝાંપાબજાર, બેગમપુરા વાળી મિલકતમાં મિલતદાર અબ્દુલ મુતલીબ હાસીમભાઈ નાસીર અને બીજાઓ દ્વારા સુરત મહાનગરપાલિકાના મંજૂર કરાયેલ પ્લાન વિરુદ્ધ બાંધકામ તથા સુરત મહાનગરપાલિકાના સિક્યોરિટી સ્ટાફની મદદથી ડિમોલીશન કરવામાં આવે. જે અંતર્ગત ગ્રા. ફલોર પર પાકિ*ગવાળા ભાગમાંથી આશરે ૩૦૦ ચો. ફૂટ શટર તથા ૧૫૦ ચો. ફૂટ મેસનરી દિવાલ દૂર કરવામાં આવેલ છે. જે અન્વયે મિલકતદાર પાસેથી કુલ રૂ. ૭૦,૦૦૦/- ડિમોલીશન ચાર્જ પેટે વસૂલ લેવામાં આવેલ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY