સુરત મનપાને હુડકોનો રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રની કામગીરીનો એવોર્ડ

0
10

સુરત,તા.૧૧
રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે સુરત મહાનગર પાલિકાએ અનેક સિદ્ધિ મેળવી છે. ત્યારે તેની કામગીરીના વધુ એક વખત વખાણ થયા છે. સુરતા મહાનગર પાલિકાને હુડકો દ્વારા તેની રીન્યુએબલ એનર્જી અંગે કરેલી કામગીરી માટે આગામી ૨૫મી એપ્રિલના રોજ એવોર્ડ આપવામાં આવશે.
મહત્વનું છે કે સુરત મહાનગર પાલિકાએ ઊર્જા કાર્ય ક્ષમતાના ક્ષેત્રમાં અત્યાર સુધીમાં ૩૨.૪ મેગાવોટની વિન્ડપાવર અને ૬ મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ્‌સ અને ઊર્જા બચતના ભાગરૂપે કન્વેશનલ સ્ટ્રીટ લાઇટ ફિટીંગને એલઇડીમાં બદલવાની કામગીરી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાના તમામ પ્રયાસના કારણે પાલિકા કુલ વીજ વપરાશના ૩૪ ટકા જેટલો હિસ્સો રિન્યુએબલ ઊર્જા સ્ત્રોતોમાંથી મેળવી રહી છે.
હાઉસીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે હુડકો સંસ્થા દ્વારા પાલિકાએ રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રે કરેલી કામગીરીને બિરદાવી છે. એનર્જી સિક્યુરિટી એફર્ટમાં પાલિકાને પર્યાવરણ સુધારણાની કામગીરીમાં ૨૦૧૮-૨૦૧૯ માટે હુડકો એવોર્ડની પસંદગી થઇ છે. ૨૫ એપ્રિલે દિલ્લીમાં એવોર્ડ પાલિકાને આપવામાં આવશે.
સુરત મહાનગર પાલિકા દેશની પહેલી મહાનગર પાલિકા છે જેને વિન્ડપાવર પ્લાન્ટ નાંખ્યો છે. પોરબંદર ખાતે ૨૦૧૦માં ૧૮.૪૪ કરોડ ખર્ચે ૩ મેગાવોટનો પ્રોજેક્ટ નાખ્યો હતો. તેનાથી પાલિકાને સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં રૂ. ૨૬.૯૦ કરોડનો ફાયદો થયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY