સુરત દુષ્કર્મ કેસ : પોલીસે દુષ્કર્મી ડોક્ટરની ધરપકડ કરી

0
27

સુરત,તા.૯
સુરતમાં નિસંતાન પરિણીતા પર દુષ્કર્મના મામલે ડોક્ટર પ્રફુલ દોશીની ધરપકડ થઇ છે. શનિવારે મોડી રાતે પોલીસે ડોક્ટરની ધરપકડ કરી છે. નોંધનીય છે કે કથિત આરોપી ડોક્ટર છેલ્લા ચાર દિવસથી તેના પરિવાર સાથે ફરાર હતો. આઠવા પોલીસે તેની હાલ પૂછપરછ શરૂ કરી છે. શનિવારે, બપોરે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ, આરોપી ડોક્ટર પ્રફુલ્લ દોશી નાટકીય રીતે પોલીસના શરણે આવ્યો હતો.
સુરતના નાનપુરાની ‘મી એન્ડ મમ્મી’ હોસ્પિટલના ડોકટર પ્રફુલ્લ દોશી ગત ૪ તારીખે બપોરે સંતાન પ્રાપ્તિની સારવાર લેવા આવેલી પરિણીતા પર કન્સલ્ટિંગરૂમમાં દુષ્કર્મ કર્યો હોવાનો આરોપ કતારગામની પરિણીતાએ લગાવ્યો હતો. સંતાનપ્રાપ્તિના હેતુથી છેલ્લા ઘણા સમયથી ડોક્ટર દોશી પાસે આ પરિણીતા સારવાર લઈ રહી હતી. આ સમયે ડોક્ટર પ્રફુલ્લ દોશીએ તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. આ આક્ષેપ, બાદ રાજ્યના મેડિકલ જગતમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
પરિણીતા પર મી એન્ડ મમ્મી હોસ્પિટલના ડોકટર પ્રફુલ દોશીએ બળાત્કાર કર્યો હોવાની મંગળવારે રાત્રે ફરિયાદ થઇ રહી હતી ત્યારે પીઆઇ એસ.બી. ભરવાડે પીડિતાને ફરિયાદ નહીં કરવા દબાણ કર્યું હોવાનો આરોપ લગાવતી અરજી પોલીસ કમિશનરને થઇ છે. ૨૮ વર્ષની પરિણીતાએ પોલીસ કમિશનરમાં અરજી કરી આરોપ લગાવ્યો હતો કે મી એન્ડ મમ્મી હોસ્પિટલમાં જ્યારે અઠવા પીઆઈ સ્ટાફ સાથે હોસ્પિટલમાં તપાસ માટે મંગળવારે રાત્રે ગયા ત્યારે ડોકટર પ્રફુલ દોશી ત્યાં હાજર હતો. છતાં પોલીસે પકડયો નહિ અને ફરાર થવાની તક આપી દીધી. હવે તે જ પોલીસ તેમને શોધી રહી છે. આ કેસની તપાસ ડીસીપી કક્ષાની મહિલા ઉચ્ચ પોલીસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ કરાવવાની પણ માંગ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY