યુવતીની અંગત પળોની તસ્વીરો જીજાજીને વોટ્સએપ પર મળ્યા

0
26

સાઈબર ક્રાઈમ એક્ટ હેઠળ પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી
સુરત, તા.૧૬
લીંબાયત વિસ્તારમાં રહેતી એક યુવતીની અંગત પળોના ફોટાઓ તેના જીજાજીને વોટ્સએપ પર મોકલી આપનાર રમેશ વર્મા નામના આરોપી સામે આઈટી એક્ટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લીંબાયત સુમન શ્રુતિ એપાર્ટમેન્ટમાં એક ૨૩ વર્ષની યુવતી રહે છે. લીંબાયત ગોડાદરા ૠષિનગર મહારાણા ચોક ખાતે રહેતા રમેશ ડમર મહંતોએ ૧૯મી ફેબ્રુઆરીથી આજદિન સુધીમાં યુવતીની અંગત પળોના ફોટા યુવતીના જજાના વોટ્સએપ નંબર પર મોકલી આપ્યા હતા. અંગત પળોના ફોટાઓ આરોપી રમેશે ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી અપલોડ કર્યા હતા. યુવતીએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈટી એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY