ચૂંટણી અધિકારીની ઘોર બેદરકારી : બાળકોએ મતદાન સ્લીપનું વિતરણ કર્યું

0
22

સુરત,તા.૨૦
આવનારી ૨૩મી તરીખના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પણ પ્રચાર પ્રસાર માટે કામે લાગ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ પણ વિવાદમાં આવ્યા હતા ત્યારે હવે નેતાઓ બાદ ચૂંટણી અધિકારીઓની પણ ઘોર બેદરકારી સામે આવી છે. લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાન માટેની સ્લીપો વહેંચવાની કામગીરી શરૂ કરવામાં આવી છે મતદાન માટેની ચૂંટણી વહેંચણી દરમિયાન એક મોટી બેદરકારી સામે આવી છે.
સુરતના કિમ વિસ્તારમાં ચૂંટણી અધિકારીની મોટી બેદરકારી સામે આવી છે આમ તો ચૂંટણી માટેની મતદાન કાપલીની વહેંચણી બીએલઓ દ્વારા કરવામાં આવે છે ત્યારે સુરતના કિમ વિસ્તારમાં મતતદાન કાપલીની વહેંચણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવી છે આમ તો મતદાન માટેની કાપલી વહેંચવા નું કામ જવાબદારી ભર્યું કહેવાય જે કામ ચૂંટણી અધિકારીઓએ કરવાનું હોય છે ત્યારે આવું જવાબદારી ભર્યું કામ પ્રાથમિક શાળાના નાના વિદ્યાર્થીઓને સોંપી દેવાતા ચૂંટણી અધિકારીઓ ની કામગિરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY