ખીચોખીંચ ૩૨ પાડા ભરેલો ટેમ્પો પલટી જતા ૧૦ પાડાઓના ઘટના સ્થળે મોત

0
6

અકસ્માતમાં હેમખેમ ઉગરી ગયેલા ૨૨ પાડાઓને ગૌશાળામાં મોકલાયા
સુરત, તા.૨૩
કડોદરા મગનજીનીવાડી પાસેથી કતલખાને લઈ જવાતા ૩૨ જેટલા પાડાઓને આઈસર ટેમ્પાના ચાલકે ટેમ્પો પલ્ટી ખવડાવતા ૧૦ પાડાઓનું મોત નીપજાવી ચાલક ફરાર થઈ ગયો હોવાનો બનાવ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં નોધાતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરોજ આઈસર ટેમ્પા નં.જીજે-૧૯-એક્સ-૪૭૧૪ના ચાલકે ટેમ્પામાં ખીચોખીચ ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કર્યા વગર ૩૨ જેટલા પાડાઓ કતલખાને લઈ જવા ભર્યા હતા. કડોદરા મગનજીની વાડી ખાતે ચાલકે પૂરપાટ ઝડપે આઈસર ટેમ્પો હંકારતા ટેમ્પો પલટી ખાઈ જતા ૩૨ પાડાઓમાંથી ૧૦ પાડાઓના મોત નીપજાવી ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે બાકીના ૨૨ પાડાઓને મુક્ત કરાવી ગૌશાળામાં મોકલી આપ્યા હતા. જ્યારે ચાલક સામે આઈપીસી ૨૭૯ તથા પ્રાણીઓની સાચવણી અધિનિયમ તથા પ્રાણી વહનધારાની કલમનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY