મોટર સાયકલ પર પાછળ બેસેલી પરિણીતાનો અછોડાની ચીલઝડપ

0
7

મહિલાનો અઢી તોલાનો અછોડો લૂંટાયો
સુરત, તા.૨૩
ખટોદરા વિસ્તારમાંથી પસાર થતા એક બાઈક સવારની પાછળ બેસેલી પત્નીના ગળામાંથી અઢી તોલાની સોનાની ચેન કિંમત રૂ.૭૦ હજારની લૂંટ ચલાવી મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ખટોદરા પોલીસ મથકમાં નોધાતા પોલીસે લૂંટનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરવત પાટીયા ગંગા હોટલ પાસે રૂદ્રમણી રેસીડેન્સીમાં દુર્ગાદેવી ભગીરથભાઈ રાઠી રહે છે. તેઓ પોતાના પતિ સાથે પ્લેઝર બાઈક પર બેસીને ખટોદરા વિસ્તારમાંથી પસાર થતા હતા. ત્યારે મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા ઈસમોએ પત્નીના ગળામાંથી અઢી તોલાની સોનાની ચેનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ખટોદરા પોલીસે લૂંટનો ગુનો નોધી ઘટના સ્થળનું નિરીક્ષણ પણઆ કર્યુ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY