સુરત,તા.૨૮
સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી આકાશમાંથી આગના ગોળા પડે એવી ગરમી પડી રહી છે. તેવા સમયે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીને વધુ ઠંડકની રાહત મળે તે માટે ઘરેથી ટેબલ ફેન લાવવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળે છે.
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળેલી વિગત મુજબ નવસારીના જલાલપુર ખાતે ગૌરીશંકર મહોલ્લામાં રહેતી ૧૮ વર્ષીય દિવ્યા ખીમજીભાઈ દાફડા સુરતના અઠવાલાઈન્સ વિસ્તારની કોલેજમાં એફ વાય બી કોમ એક્સટર્નલ કરે છે.
ગઈકાલે સાંજે તે ટ્રેનમાં નવસારીથી સુરત આવવા નીકળી હતી. તે સમયે ઉધના રેલવે સ્ટેશન પાસે તેના હાથમાંથી કોઈ મોબાઈલ આંચકી લેવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં દિવ્યા ટ્રેનમાંથી નીચે પટકાતા પગમા ઈજા થવાથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે.
દિવ્યાના સબંધીએ જણાવ્યું હતું કે આગઝરતી ગરમીમાં સિવિલમાં દાખલ દિવ્યાને ખૂબ જ ગરમી લાગે છે, ત્યાં પંખો ચાલુ છે પણ તેના પલંગથી થોડો દૂર છે. જેને કારણે બરાબર પંખાની હવા લાગતી નથી. જેના કારણે દર્દીને ઠંડકની રાહત મળે તે માટે આજે સવારે સુરતમાં રહેતા તેના સંબંધી ટેબલ પંખો લઈને સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં આવ્યા હતા, ત્યાં પંખો ચાલુ કર્યા બાદ દર્દીને રાહત અનુભવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



