કડોદરાના કુખ્યાત બુટલેગર ઈશ્વર વાંસ ફોડીયાનો દારૂનો જથ્થો ઝબ્બે

0
236

પોલીસે દારૂની ૪૫૬ બોટલો ઝડપી પાડી
સુરત, તા.૨૬
કડોદરા વરેલી ગામના રસ્તા પરથી પસાર થતા એક બુટલેગર પાસેથી પોલીસ વગર પાસ પરમીટની વિદેશી દારૂની ૪૫૬ નંગ બોટલો કબજે કરી ધરપકડ કરી હતી. જ્યારે વિદશે દારૂનો જથ્થો પહોંચાડનાર બે બુટલેગરોને પોલીસ ચોપડે વોન્ટેડ બબતાવવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા તાલુકાના વરેલી ગામના શાંતિ પેલેસ ખાતે સતીષભાઈ યાદવ પસાર થતા હતા. ત્યારે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ જવાન ગીરીશભાઈ મીથીલેશભાઈએ તેમને રસ્તામાં રોકી તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની ૪૫૬ નંગ બાટલીઓ કિંમત રૂ. ૨૬,૪૦૦/-ની કબજે કરી ધરપકડ કરી હતી. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનારા અંત્રોલી ગામમાં ભૂરી ફળિયાના ઈશ્વર વાંસફોડા તથા રોહિત વાંસફોડાને પોલીસ ચોપડે વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા. પોલીસે પ્રોહીબીશન એકટ મુજબ તમામ સામે કાર્યવાહી શરૂ કરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY