સુરત,તા.૨૯
નાનપુરા વિસ્તારમાં આવેલા દયાળજી બાગ નજીક યુવાનને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. મોડી રાત્રે રોડ પરથી લોહીલુહાણ હાલતમાં મળી આવેલા યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને તપાસમાં બહેન સાથે અનૈતિકસંબંધની આશંકામાં ભાઈએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, સલાબતપુરા રેશમવાડ કબ્રિસ્તાન પાસે મોહમ્મદ ખલીલ ગુલામ બહાદુર શેખ(ઉ.વ.૩૯) પરિવાર સાથે રહેતો હતો. રવિવારના રોજ રાત્રે નાનપુરા દયાળજી બાગ નજીક તેને ૧૦થી ૧૨ જેટલા ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારબાદ માથા પર લાકડાના ફટકાના ઘા મારી ભાગી ગયા હતા. દરમિયાન રાહદારીઓને લોહીલુહાણ હાલતમાં મળી આવતા ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




