સુરત,તા.૧
લોકસભાની હાલની ચૂંટણીમાં કોંગ્રેસમાં અંદરોઅંદર વિખવાદો ચાલી રહ્યાં છે ત્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે ગંભીરતા દાખવી પ્રદેશ કોંગ્રેસે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી છે. તેમાં વોર્ડ નંબર ૧૫ પુણા-પૂર્વ અને વોર્ડ નંબર ૨૪ લિંબાયત-ઉધનાની બે મહિલા કોર્પોરેટરને પક્ષના સભ્યપદેથી બરતરફ કરી દેવાયા છે.
શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા કિરણ રાયકાએ જણાવ્યું છે કે, લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ વોર્ડ નંબર ૧૫ પૂણા-પૂર્વના કોર્પોરેટર સોનલબેન દેસાઈ તથા વોર્ડ નંબર ૨૪ લિંબાયત-ઉધના યાર્ડના કોર્પોરેટર કાંતાબેન વાકોડીકરને પ્રમુખ બાબુ રાયકાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની મંજુરી મેળવીને પક્ષના સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યાં છે. તથા વોર્ડ ૧૮ આંજણા-ખટોદરાના કોર્પોરેટર લીલાબેન સોનવણે તેમના પુત્ર કૃણાલ સોનવણેના લાંચરૂશ્વત પ્રકરણ બાબતે ૩ દિવસમાં ખુલાસો કરવા કારણદર્શક નોટિસ અપાઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





