અમરોલીમાં તૈયાર બ્રિજ ખુલ્લો ન મુકાતા કોંગ્રેસનું રવિવાર સુધીનું અલ્ટીમેટમ

0
6

સુરત,તા.૨૭
અમરોલી વિસ્તારમાં માનસરોવર ફ્લાય ઓવરબ્રિજ તૈયાર થઈ ચુકવ્યો છે. પરતું સુરત પાલિકા દ્વારા આ બ્રિજનું હજુ સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી. જેથી કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા ચીમકી આપવામાં આવી છે કે, બ્રિજનું ઉદ્ધાટન નહીં કરવામાં આવે તો સ્થાનિકો સાથે ૩૦ ડિસેમ્બરના રોજ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવશે.
અમરોલી તરફના ભાગે તાપી નદી નજીકથી શરૂ થઈને માન સરોવર સર્કલ સુધી જતા ફ્લાય એવરબ્રિજની સંપૂર્ણ કામગીરી થઈ ચૂકી છે. અને ઉદ્ધાટનની રહા જાવાઈ રહી છે. પાલિકા દ્વારા મોટામાથાના હસ્તે લોકાર્પણ કરવાની લ્હાયમાં લોકોને ટ્રાફિકમાં હેરાનગતિ થઈ રહી હોવાની ફરિયાદ ઉઠી છે.જેને પગલે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા ચીમકી આપવામાં આવી છે.
સુરતના પ્રવેશદ્વાર સુરત-કડોદરા રોડ પરના પુણા પાટીયા ખાતે ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં એક તરફના ભાગે બ્રિજ તૈયાર છે. જેથી તે ભાગને વહેલામાં વહેલી તકે ખુલ્લો કરી દેવામાં આવે જેથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત થાય તે માટે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાઢડિયાએ મનપા કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY