સુરત,તા.૨
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદમાં આરોપી રાહુલ ગાંધીને સમન્સ બજાવવા હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ‘બધા મોદી ચોર છે’ એ બાબતે નિવેદન આપ્યું હતું. જેના કારણે ૧૬ એપ્રિલે સુરત શહેર ભાજપના પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ સુરત કોર્ટમાં કરી હતી.
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણી સામે મોઢવણિક સમાજ વતી ઉપપ્રમુખ અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ખાનગી ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.ગત ૧૩મી એપ્રિલના રોજ રાહુલ ગાંધીએ બેંગ્લોરથી લગભગ ૧૦૦ કી.મી દૂર એક જાહેર સભા સંબોધી હતી અને નિવેદન કર્યું હતું કે બધા જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે ? આટલું જ નહીં પણ રાફેલ વિમાન સોદા બાબતે જણાવ્યું હતું કે, ચોકીદાર ૧૦૦ % ચોર છે. સમગ્ર ભારતમાં ‘મોદી’ અટકધારી મોઢવણિક સમાજ તરીકે પ્રવર્તમાન છે.ભારતમાં ૧૩ કરોડ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



