સુરત,તા.૧૧
સુરતમાં ગુનાખોરીના ગ્રાફમાં સતત વધારો થઇ રહ્યો છે. એક જ દિવસમાં સુરતમાં ૨ દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. સરકારે કડક સજાની જોગવાઈ કરી છે છતાં આરોપીઓ છાકટાં બન્યા છે. બેટી બચાવના નારાંને દાગ લાગી રહ્યાં છે. શું બેટી બચાવોના નારાં હવે ફક્ત નારાં જ રહ્યાં છે. નરાધમોને હવે ફાંસીનો પણ ડર નથી. ઉધના રેલવે ટ્રેક નજીક ઝૂંપડપટ્ટીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. ત્યાં જ લીંબાયતમાં માતાના પ્રેમીએ દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ છે.
સુરતનાં લીંબાયત વિસ્તારમાં દુષ્કર્મની ફરિયાદ સામે આવી છે. જ્યાં માતાના પ્રેમીએ તેની સાવકી દીકરી પર દુષ્કર્મ આચર્યું છે. માતાએ વર્ષ ૨૦૧૪માં પોતાના પતિથી છૂટાછેડા લઈ તે પોતાના પ્રેમી સાથે રહેતી હતી. જ્યાં આરોપી સની ગણેશ રાઠોડે પોતાની જ સાવકી દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. જેની ફરિયાદ માતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાવતા આરોપી સની ગણેશ રાઠોડની પોલીસે ધરપકડ કરી છે અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ત્યાં જ બીજી બાજુ સુરતના ઉધનામાં સગીરા સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચ્યો છે. સુરતનાં ઉધના રેલવે પોલીસની હદમાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. રેલવે ટ્રેક નજીક આવેલા કનજરવાડ ઝૂંપડપટ્ટીની આ ઘટના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત ૨૯મી એપ્રિલ ના રોજ સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે સમાજના આગેવાનો દ્વારા મામલો દબાવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. પરંતુ આ મામલે અંતે ફરિયાદ થતા રેલવે પોલીસે એક ટીમ બનાવી મહારાષ્ટ્રમાં આરોપીને પકડવા માટે મોકલી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




