ફ્રિજમાં શોર્ટ સર્કિટ થતા ઘર ભડકે બળ્યું

0
14

સુરત,તા.૨૯
વલસાડના મોટા તાઈ વાડ ખાતે આવેલા માછીવાડ વિસ્તારમાં એક ઘરમાં આગ લાગી હતી. પરિવારના સભ્યો દીકરાના લગ્ન હોવાથી સામાન ખરીદવા ગયો હતો. આ દરમિયાન ફ્રિજમાંથી થયેલી શોર્ટ સર્કિટના કારણે આગ ભડકે બળવા લાગ્યું હતું. આગ પર કાબુ મેળવવા સ્થાનિક અને ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
માછીવાડમાં રહેતા હૈદર અલી હૈદર અલી શૈયદના દીકરાના બીજી જાન્યુઆરીના રોજ લગ્ન નક્કી થયાં છે. જેથી પરિવાર ઘણા સમયથી લગ્નની ખરીદી કરી રહ્યો હતો. આજે પણ ખરીદીમાં ગયા ત્યારે બંધ મકાનમાં આગ લાગી હતી. આ દરમિયાન અગાઉ લગ્નની કરેલી ખરીદીનો સામાન પણ બળી ગયો હતો.
ઘર બંધ હતુ આ દરમિયાન નળીયામાંથી ધૂમાડો બહાર આવવા લાગ્યો હતો. સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ ઘરના છાપરે ચડીને નળીયા ખસેડી પાણીનો મારો ચલાવ્યો હતો. જા કે ધૂમાડો દૂર દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY