થર્ટી ફર્સ્ટની ઉજવણી કરતા છ મિત્રોની ધરપકડ
સુરત, તા.૧
થર્ટીફર્સ્ટની રાત્રિએ દારૂની મહેફિલ જમાવીને બેઠેલા છ મિત્રોની ઉમરા પોલીસ બાતમીના આધારે ધરપકડ કરી હતી.
ઉમરા પોલીસો બાતમીના આધારે થર્ટીફસ્ટની રાત્રે ૧૧.૨૫ કલાકે પીપલોદ તાજ હોટલની ગલી સૌમ્ય એપાર્ટમેન્ટમાં ફલેટ નં. ૫/ડી માં દરોડા પાડયા હતા. આ ફલેટમાં દારૂની મહેફિલ જમાવીને બેઠેલા કરણ વિનય ઠાકર, પ્રેમજી જિતેન્દ્ર શાહ, જિગર પ્રસાદ, ભાવેશ ગાંગાણી, ચેતન પારેખ, દિવ્યાંગ રાજની ધરપકડ કરી હતી. ઉમરા પોલીસે છ જણાંની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે થર્ટીફર્સ્ટની રાત્રે ફલેટમાં દારૂની યોજેલી મહેફિલમાં પોલીસ ત્રાટકતા છ મિત્રોએ થર્ટીફર્સ્ટની રાત્રિ પોલીસ કસ્ટડીમાં વિતાવવાની નોબત આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




