કેબલ સ્ટેઈડ બ્રિજ પરની ૪.૫૦ લાખની એલઈડી લાઈટની ચોરી

0
7

હજારો લોકોની અવરજવર છતાં આવી ઘટના ઘટી તે આશ્ચર્યજનક
સુરત,તા.૭
સુરતનું નવલું નજરાણું કેબલ સ્ટેઈડ બ્રિજ પર ડેકોરેશન માટે લગાવાયેલી એલઈડી લાઈટ ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ૪.૫૦ લાખની લાઈટની ચોરી કરવામાં આવી હોવાની અરજી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, ૨ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે તાપી નદીના અડાજણ-અઠવાલાઈન્સ વચ્ચે બનેલા કેબલ સ્ટેઈડ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના પહેલાં ટુ વે કેબલ સ્ટેઈડ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. રાત્રીના સમયે કેબલ બ્રિજના ભાગમાં ખાસ પ્રકારની અલગ અલગ કેપેસીટી ધરાવતી એલઈડી લાઈટ મૂકવામાં આવી છે. જાકે, બ્રિજ પર કેટલી લાઈટીંગનો કલર ન આવતો હોવાની ફરિયાદ ઉઠતા તપાસ કરવામાં આવી હતી. જેમાં ૪.૫૦ લાખની એલઈડી લાઈટ ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. જેથી પાલિકા દ્વારા અડાજણ પોલીસમાં અરજી કરવામાં આવી હતી.
પાલિકા દ્વારા કરવામાં આવેલી અરજીમાં ચોરી કરનારે એલઈડી લાઈટના ફોક્સને જાળીમાં ફિટ કર્યા હતા તે જાળીને કાપીને ચોરી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY