લગ્નના ડીજે ગરબામાં યુવાનની હત્યા કરાતા ખળભળાટ, ૬ની અટકાયત

0
5

સુરત,તા.૧૦
કવાસ ગામના લીમડા ફળીયામાં લગ્નના ગરબા ડીજેમાં યુવાનની હત્યા થઈ ગોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. મિત્રના લગ્નના ગરબામાં નાચવા ગયેલા યુવકને મોત મળ્યું હતું. સાળા સાથે થયેલા ઝઘડામાં બચાવવા પડેલા યુવકની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, કવાસ ગામમાં આવેલા હળપતિવાસમાં સુરેશ રાજુ રાઠોડ(ઉ.વ.૨૨) પરિવાર સાથે રહેતો હતો. અને બીપીસીએલ કંપાનીમાં હાઉસ કિપિંગ તરીકે કામ કરતો હતો. સુરેશના મિત્ર જગદીશ બાબુ રાઠોડના લગ્ન કવાસ ગામના જ લીમડા ફળીયામાં હતા. જેમાં ગત રોજ ડીજે ગરબા હોવાથી સુરેશ ભાઈ દિનેશ સાથે ગયો હતો. રાત્રે ૧૧.૩૦ વાગ્યે સુરેશના સાળા મહેશ રાઠોડ સાથે ડીજે દરમિયાન ઝઘડો થયો હતો. જેમાં સુરેશ બચાવવા પડ્યો હતો. અને મારા મારી થઈ હતી. અને જમીન પરથી ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો. જેથી તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને બે મહિલા અને ૪ પુરૂષોની શંકાના આધારે અટક કરી પૂછપરછ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY