નિફ્ટી ૧૧,૦૦૦ની ઉપર,રીયલ્ટી ૧.૩૪ ટકા અને એનર્જી ૧.૧૦ ટકા વધીને મોખરે
મુંબઈ,તા.૨૦
એશિયન અને યુરોપીયન બજારોના મિશ્ર સંકેતો વચ્ચે શુક્રવારે ભારતીય શેરબજારમાં તેજી જાવા મળી રહી છે. બીએસઇ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૨૧૫ પોઇન્ટ ઊછળીને ૩૬,૫૬૭ સુધી ગયો હતો અને અંતે ૧૪૫ પોઇન્ટ વધીને ૩૬,૪૯૬ પર બંધ રહ્યો છે. નિફ્ટી ૧૧,૦૩૦ની ટોચ બનાવીને અંતે ૫૩ પોઇન્ટ વધી ૧૧,૦૧૦ પર બંધ છે. ફાર્મા, આઇટી અને રીયલ્ટીમાં સૌથી વધારો જાવા મળે છે.
એનએસઇમાં ફાર્મા ૧.૬૬ ટકા, આઇટી ૧.૪૬ ટકા, રીયલ્ટી ૧.૨૬ ટકા અને એનર્જી ૦.૭૭ ટકા વધીને મોખરે છે. ઉપરાંત ઇન્ફ્રા, પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ, ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ, એફએમસીજી પણ ૦.૬૧ ટકાથી ૦.૨૩ ટકા વચ્ચે વધ્યા છે. જ્યારે મેટલ, ઓટો અને મીડિયામાં ૦.૪૬ ટકાનો ઘટાડો છે.
સેન્સેક્સમાં સન ફાર્મા ૨.૭૨ ટકા, ઇન્ફોસીસ ૨.૪૨ ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૨૩ ટકા વધીને ટોપ ગેઇનર છે. રિલાયન્સે ૧૧૨૮.૭૫ની ઓલટાઇમ હાઇ સપાટી બનાવી છે. ઉપરાંત ઇન્ફોસીસ પણ ૨.૪૫ ટકા વધ્યો છે. આ બે શેરોના કારણે બજાર ઊંચકાયું છે. ઉપરાંત, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી બેન્ક, એલએન્ડટી, સન ફાર્મા સહિતના શેરો ૨૦ શેરો વધ્યા છે. જ્યારે બજાજ ઓટો તેના નબળા પરિણામના કારણે ૮.૭૩ ટકા તૂટીને ટોપ લુઝર છે. ઉપરાંત હીરો મોટોકોર્પ, વેદાંતા, ઓએનજીસી, કોટક બેન્ક, એચડીએફસીમાં ૨.૭૪ ટકાથી ૦.૮૭ ટકા વચ્ચે ઘટાડો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






