મધુરમ ઈન્ડસ્ટ્રીઝ અને દુલ્હન ફેશનના ભાગીદારોએ છેતરપિંડી કરી
સુરત, તા.૫
ભાગીદારીમાં ટેક્સટાઈલ્સનો ધંધો શરૂ કરવાના નામે રૂપિયા ૨.૯૧ કરોડની રકમ મેળવી લાભ કે નફો નહીં આપનાર છ જણાં વિરૂદ્ધ અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી.
અમરોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોટા વરાછા અબ્રામા રોડ, સિદ્ધેશ્વર કોમ્પ્લેક્ષમાં રહેતાં વિપુલભાઈ વિરજીભાઈ વાલાણીએ આરોપી વિશાલ રમેશ સિરોયા, પરમાનંદ વિનુભાઈ આસોદરિયા, અલ્પેશ સિરોયા, સુભાષ મનુભાઈ, મોહિત સુભાષ શિરોયા, નિખીલ રિબડીયા વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ પોતાના મધુર ઈન્ડસ્ટ્રીયલ તથા દુલ્હન ફેશનની ફેક્ટરીમાં ભાગીદારી તરીકે નફામાં ભાગ આપવાનો વિશ્વાસ કેળવી ફરિયાદી પાસેથી રૂ.૧,૪૭,૩૯૦૦૦ તથા સુરેશïભાઈ છગનભાઈ વઘાસિયા પાસેથી રૂ.૧,૪૪,૦૦,૦૦૦ મેળવી ભાગીદારી તરીકે નહીં રાખી લાભ કે નફો નહીં આપી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. અમરોલી પોલીસ ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




