કેમિકલયુક્ત પાણી પીવાથી ૫૧ ઘેટાં-બકરાંનાં મોત

0
5

સુરત,તા.૧૬
ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામે હળપતિ સમાજના શ્રમજીવી પરિવાર પશુપાલન થકી ગુજરાન ચલાવે છે. ઘેટાં બકરા ચરાવવા જતા ખેતરમાં શેરડીના પાકમાં પાણી ચાલતું હતું. ૫૧ જેટલા ઘેટાં બકરાએ ખેતરનું પાણી પીધા બાદ અચાનક ટપોટપ મૃત્યુ પામતાં બનેલી ચોંકાવનારી ઘટનાએ વહીવટી તંત્ર દોડતું થયું હતું. જ્યારે ઘટના બાબતે પ્રાથમિક તારણ કેમિકલ યુક્ત પાણી પીવાથી મોત થયા હોવાનું કહેવાય છે.
ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામે આવેલા બાવા ફળિયામાં રહેતા લારૂબેન ગોમાનભાઈ રાઠોડ (૪૫) તથા તેના ફળિયામાં રહેતા અન્ય હળપતિ સમાજના લોકો ઘેટાં બકરા ચરાવવાનું કામ કરી મજૂરી થકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સાંધીયેર ગામથી મોરથાણ ગામ તરફ આવેલી સીમમાં બકરા ચરાવવા ગયા હતાં. ત્યારે સાંધીયેર ગામની સીમમાં મોરથાણ નાળ તરફ જવાના કાચા રસ્તા તરફ અહીં સાંધીયેર ગામે નવા ફળિયામાં રહેતા ખેડૂત જયંતીભાઈ મનસુખભાઇ પટેલનું ખેતર આવેલું છે. જેમાં તેમણે શેરડીનું વાવેતર કરેલ છે. જેમાં પાણી ચાલુ હોય જે પાણી ઘેટાં અને બકરાઓએ પીધું હતું. આમ ખેતરમાં છોડવામાં આવેલું પાણી પીવાની થોડીવારમાં ઘેટાં અને બકરા અલગ અલગ જગ્યાએ અચાનક તડફીને મોતને ભેટ્યા હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY