૪૩૨ લોકોએ હિન્દુ ધર્મ છોડી કાયદાકીય રીતે બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો

0
81

સુરત,તા.૧૯
હિન્દુ ધર્મ છોડીને કાયદેસર રીતે ૪૩૨ લોકોએ બોધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. વર્ષ ૨૦૧૩થી શરૂ કરેલી પ્રક્રિયામાં ક્લેક્ટરની મંજૂરી મળતાં બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. ગોડાદરાના મંગલ પાંડે કોમ્યુનિટી હોલ ખાતે ધર્મ પરિવર્તનના યોજાયેલા કાર્યક્રમમાં બૌધ્ધ ગુરૂઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
બૌધ્ધ ધર્મ પરિવર્તન સમિતીના કન્વીનર પરિક્ષીત રાઠોડે જણાવ્યું હતું કે, છ વર્ષ અગાઉ તેમણે અરજી દાખલ કરી હતી. પરંતુ કોઈક કારણસર અટકી જતી હતી. આ વખતે ડો. ધવલ પટેલે મંજૂરી આપીને રાજ્ય સરકારને અને અમને કોપી મોકલી આપી હતી. કુલ ૫૧૫ લોકોએ અરજી કરી હતી. પરંતુ સમયની સાથે લોકોનું માઈગ્રેશન અને અવસાન તથા અમુક ડોકિયુંમેન્ટ પુરતા ન હોવાથી કુલ ૪૩૨ લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે.
કન્વીનર પરીક્ષિત રાઠોડે કહ્યુ કે, ધર્મપરિવર્તન અંગેની કાયદાની લાંબી પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ પ્રમાણપત્રના વિતરણ માટે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ અંગે કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું કે, છેલ્લાં પાંચ વર્ષમાં ધર્મપરિવર્તન કરવા માટે ૫૦૦થી વધારે લોકોએ જિલ્લા અધિકારીઓને અરજી કરી છે. આ લોકો કોઈના દબાણમાં આવીને અથવા પોતાની ઇચ્છાથી ધર્મપરિવર્તન કરી રહ્યા છે તે જાણવા માટે પોલીસે પૂછપરછ કરી હતી. જેમાંથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી ૪૩૨ કેસોનો નિકાલ કરીને તેમને ધર્મપરિવર્તન માટે મંજૂરી આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY