મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં મહાત્મા ગાંધીને અંજલી અર્પણ

0
11

શહીદ દિન નિમિત્તે શાળામાં કાર્યક્રમ યોજાયો
સુરત, તા.૩૧

ન.પ્રા.શિ.સ. સુરત સંચાલિત મહારાણા પ્રાથમિક શાળામાં ગાંધીજીને શહીદ દિને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
વિદ્યાર્થીઓએ બાપુને પ્રિય “રઘુપતિ રાઘવ રાજારામ” ધૂનનું ગાન કરાવ્યું હતું. શાળાના વડીલ શિક્ષકો શ્રી હસમુખભાઈ ચૌહાણ અને શ્રીમતી ચારુલતાબહેન ગોધાણીએ પુષ્પમાળા પહેરાવી હતી.શાળાના શિક્ષકશ્રી રાજેશ ધામેલિયાએ વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી દ્વારા બાપુના કાર્યોથી પરિચિત કર્યા હતા. અને જણાવ્યું હતું કે,“ આજે વિશ્વમાં ધનવાન વ્યક્તિ વધુ ને વધુ ધનવાન બની રહ્યો છે. ગરીબ વ્યક્તિ દિવસે ને દિવસે વધુ ગરીબ બની રહ્યો છે. પરિણામે વિશ્વમાં અશાંતિ,ચોરી, લૂંટફાટ,અપ્રામાણિક્તા,આતંકવાદ,નખસલવાદ,વગેરે અનેક સમસ્યાઓ વકરી રહી છે. આ તમામ સમસ્યાઓનો અંત મહાત્મા ગાંધીજીએ ચીંધેલા માર્ગે ચાલવાથી આવી શકે તેમ છે. વિશ્વના એક હજાર વર્ષના સૌથી શક્તિશાળી વ્યક્તિમાં ગાંધીબાપુ પ્રથમ ક્રમે આવે છે. વિશ્વભરમાં અનેક દેશોમાં ગાંધીજીના નામે સ્મારક, રસ્તાઓ,બગીચાઓ, શાળાઓ, કોલેજો, વગેરે કોઈ ને કોઈ પ્રકારે સ્મૃતિ સ્થાન આવેલ છે; તે ગાંધીજીના કાર્યો અને વિચારોની મહાનતા દર્શાવે છે.ભણવામાં એક સામાન્ય વિદ્યાર્થી મોટો થઈને કેટલી ઊંચી સિદ્ધિ હાંસલ કરી શકે તેનું સર્વોત્તમ ઉદાહરણ મહાત્મા ગાંધી બાપુ છે.”
આગિયાર વાગ્યે શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મૌન પાળીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. મહારાણા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિએ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY